Corona Update

કોરોના જંગમાં રૂપાણી સરકારના ધનવંતરી રથની સફળતા, 10 લાખ લોકોને ઘર બેઠા સારવાર આપી

598views

કોરોના જંગ સામે રૂપાણી સરકારનો ધનવંતરી રથ

  •  ધનવંતરી આરોગ્ય રથ દ્વારા લોકોને ઘરઆંગણે સારવાર
  • આયુર્વેદિક અને હોમિયોપથીક દવા દ્વારા પ્રાથમિક સારવાર
  • તાવ, શરદી, ડાયેરિયા, ડાયાબિટીસ, બીપી, ચામડીના રોગો વગેરેની સ્થળ પર જ દવા અપાઈ છે
  •  હાલમાં રાજ્યમાં ૯૯૨ ટીમો કાર્યરત
  •  ટીમે ૧૦ લાખથી વધુ લોકોને સુવિધા પુરી પાડી

રાજ્યનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના સામેની લડતમાં એલોપથી, આયુર્વેદ અને હોમિયોપથી, એમ ત્રણેય મુખ્ય ચિકિત્સા પદ્ધતિનો અસરકારક ઉપયોગ કર્યો છે. લોકડાઉન બાદ અનલોક -૧ અને હવે અનલોક – રને લીધે સરકાર દ્વારા જનજીવનને થાળે પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સરકારે સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારો, શહેરી વિસ્તારો અને મહાનગરપાલિકાના વિસ્તારોમાં લોકોને આરોગ્ય સેવા તેમના ઘર નજીક મળી રહે તે માટે ધનવંતરી આરોગ્ય રથની શરૂઆત કરી છે. આ રથ દ્વારા લોકોને તાવ, શરદી, ડાયેરિયા, ડાયાબિટીસ, બીપી, ચામડીના રોગો વગેરેની સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. ધનવંતરી રથમાં એક ડોક્ટર, સ્ટાફ નર્સ, લેબ ટેક્નિશિયન અને ડ્રાયવરનો સમાવેશ થાય છે. તા
હાલમાં રાજ્યમાં ૯૯૨ ટીમો કાર્યરત છે અને આ ટીમે ૧૦ લાખથી વધુ લોકોને સુવિધા પુરી પાડી છે. આ રથમાં આયુર્વેદિક અને હોમિયોપેથિ દવાઓનું વિતરણ કરવામાં આવે છે. આમ કોરોના સામે લડવા મુખ્યમંત્રી રૂપાણીએ સરકારી અને ખાનગી હોસ્પિટલો સજ્જ રાખી છે જ્યારે બીજી તરફ અન્ય બીમારીઓ માટે ઘરઆંગણે સારવાર સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે.

Leave a Response

error: Content is protected !!