Corona Update

બાતે કમ કામ ઝ્યાદા : રૂપાણી સરકાર રૂ. 1370 કરોડની સહાય ઓનલાઇન એટ વન કલીકમાં આપશે

772views

રાજ્યના ૧૩ હજારથી વધુ MSME-મધ્યમ ઊદ્યોગ એકમોને રૂ. ૧૩૭૦ કરોડની સહાય ઓનલાઇન એટ વન કલીક આપવાની ગુજરાતની પહેલ –

  • મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગર કરાવ્યો પ્રારંભ – કોરોના સંક્રમણની આપત્તિને અવસરમાં પલટાવી પહેલાં કરતાં વધુ તેજ ગતિ-સારી ગુણવત્તા-વધુ ઉત્પાદનના લક્ષ્ય સાથે ગુજરાતની વિકાસ યાત્રા આગળ ધપાવીએ
  • MSME – મધ્યમ ઊદ્યોગોને મુખ્યમંત્રીનું આહવાન – કોરોના પછીની બદલાતી વૈશ્વિક આર્થિક સ્થિતીનો મહત્તમ લાભ લેવા ગુજરાત સજ્જ છે:-મુખ્યમંત્રીશ્રી
  • કોરોના સંક્રમણ સામે ‘જાન હૈ-જહાન હૈ’ના ધ્યેય સાથે રોજિંદા જીવન વ્યવહારો-વેપાર-ધંધા ઊદ્યોગો ફરી ધમધમતા કરવા છે
  • રાજ્યના વિકાસનો આધાર ૩૩ લાખ MSME એકમો ભારત સરકારના આત્મનિર્ભર ભારત પેકેજનો પણ વધુને વધુ લાભ મેળવે
  • ૧.૩૦ લાખ MSMEને રૂ. ૮ર૦૦ કરોડની સહાય મંજૂર થઇ છે
  • રૂ. ૧૪ હજાર કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજ કોરોનાથી બહાર આવી અર્થતંત્રને વેગવંતુ કરનારૂં દેશભરમાં સૌ પ્રથમ પેકેજ
  • અર્થતંત્ર-ઇકોનોમીને બળ આપવા સરકારે નાણાં-સહાયનો ધોધ નાના-મધ્યમ ઊદ્યોગ- MSME એકમોને બેઠા કરવા વહાવ્યો છે
  • ગુજરાતે કોરોના સામે જંગ આદરીને કોરોનાના રોદણા નહિ-કોરોનાને હરાવવાનો પડકાર ઝિલ્યો છે

Leave a Response

error: Content is protected !!