Corona Update

‘ના કરો ચિંતા ખાવા-પાણીની કારણ CM છે વિજય રૂપાણી’ સતત ત્રીજી વાર ૬૮ લાખ પરિવારને વિનામુલ્યે અનાજ વિતરણ

2.08Kviews

સંવેદનશીલ CM રૂપાણીનો સંવેદનાસભર નિર્ણય: NFSA હેઠળ સમાવિષ્ટ થયેલા ૬૮.૭૧ લાખ રેશન કાર્ડધારકોને સતત ત્રીજીવાર જૂન મહિનામાં પણ વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે

68 લાખ પરિવારોના લગભગ ત્રણ કરોડ લોકોને મળશે લાભ: અંદાજે 37 લાખ કિવન્ટલ અનાજનું વિતરણ કરાશે

તા.૧પમી જૂનથી રાજયમાં અનાજ વિતરણનો પ્રારંભ થશે: ઘઉં, ચોખા, ખાંડ અને મીઠાનું ૧૭ હજારથી વધુ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિતરણ

રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ૩ કરોડ ૩૬ લાખ ગરીબ-અંત્યોદય લોકો માટે મહત્વપૂર્ણ સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે. NFSA હેઠળ સમાવિષ્ટ થયેલા ૬૮.૭૧ લાખ રેશન કાર્ડધારકોને સતત ત્રીજીવાર જૂન મહિનામાં પણ વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે. તા.૧પમી જૂનથી રાજયમાં આ અનાજ વિતરણનો પ્રારંભ થશે. ઘઉં, ચોખા, ખાંડ અને મીઠાનું ૧૭ હજારથી વધુ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિતરણ શરૂ થશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે પણ જૂન મહિનામાં વ્યકિતદિઠ ૩.પ૦ કિલો ઘઉં, ૧.પ કિલો ચોખા અને પરિવારદિઠ ૧ કિલો ચણા વિનામૂલ્યે અપાશે. આ અગાઉ એપ્રિલ મહિનામાં લોકડાઉનની સ્થિતી દરમ્યાન NFSA ૬૮ લાખ પરિવારોને રૂ. ૮૦ર કરોડની બજાર કિંમતનું ૩૬.૧૮ લાખ કિવન્ટલ અનાજ તથા મે મહિનામાં ૩૬.૧૮ લાખ કિવન્ટલ અનાજનું વિનામૂલ્યે વિતરણ રાજય સરકારે કર્યુ છે. હવે સતત ત્રીજીવાર જૂન મહિના માટે પણ આવું વિનામૂલ્યે અનાજ વિતરણ ૬૮ લાખથી વધુ NFSA પરિવારોને તા.૧પમી જૂનથી કરવાની સંવેદના મુખ્યમંત્રીએ દર્શાવી છે. અંદાજે ૩૬.૮૭ લાખ કિવન્ટલ અનાજ રાજય સરકાર અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિતરણ કરાશે. આમ કોરોનાનો માર સમાન્યજનને ઓછો પડે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે.

Leave a Response

error: Content is protected !!