Corona Update

રૂપાણી સરકારની મોટી જાહેરાત, ગરીબ અને મધ્યમ વર્ગ બાદ હવે NSFA કાર્ડધારકોને અનાજ વિતરણ

1.27Kviews

આગામી સમયમાં રાજ્યમાં NSFA કાર્ડધારકોને અનાજ વિતરણ કરવામાં આવશે. મે મહિનામાં ગરીબ અને મધ્યવર્ગના લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે. NSFA કાર્ડધારકોને વધુ સાડા ત્રણ કિલો ઘઉં, દોઢ કિલો ચોખા આપવાની જાહેરાત કરી હતી. જે આગામી 17મી મેથી 27મી મે સુધી અનાજ વિતરણ કરાશે.

બીજી બાજુ અમદાવાદ શહેરમાં NFSA કાર્ડધારકોને વિતરણ નહીં કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. 18થી 23મે સુધી અમદાવાદમાં APL – 1 કાર્ડધારકોને અનાજ વિતરણ કરવામાં આવશે. જ્યારે અમદાવાદમાં બાકી રહી જનારાઓને 23મીએ અનાજ વિતરણ કરવામાં આવશે. તેમણે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કાર્ડના છેલ્લા આંકડાના આધારે અનાજ વિતરણ વ્યવસ્થા કરવામાં આવશે. જે લોકોના કાર્ડના છેલ્લા આંકડામાં 1 હશે તેમને 17 તારીખે અને 2 હશે તેમને 18મી તારીખે અનાજ વિતરણ કરવામાં આવશે.

 

Leave a Response

error: Content is protected !!