Corona Update

 રાશન કાર્ડ નથી તો પણ વાંધો નહિ આ રૂપાણી સરકાર છે તમને ઘરે આવીને અનાજ પહોંચાડશે…

524views
  • ભરૂચ શહેર તથા જિલ્લામાં અન્નબ્રહ્મ યોજના અંતર્ગત રેશનકાર્ડ ન ધરાવતા હોય તેવી વ્યક્તિઓ અને પરપ્રાંતિય વ્યક્તિઓને ફુડ બાસ્કેટ કિટનું કરાયેલું વિતરણ
  • ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ખરચ ગામે ફુડ બાસ્કેટ કિટ અર્પણ કરતાં સહકાર રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ
  • ભરૂચ જિલ્લામાં ૮૪૬૩ લાભાર્થીઓને ફુડ બાસ્કેટ કિટ વિતરણમાં સમાવેશ

કોરોના વાયરસ સંદર્ભમાં લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાને લેતાં કોઈ નિરાધાર શ્રમજીવીઓ ભુખ્યા ન રહે અને તેઓને જરૂરિયાત મુજબનું અનાજ મળી રહે તે માટે અન્નબ્રહ્મ યોજના અંતર્ગત રેશન કાર્ડ ન ધરાવતા હોય તેવા વ્યક્તિઓને અને પરપ્રાંતિય વ્યક્તિઓને સરકારશ્રી ધ્વારા નક્કી કરેલ પ્રમાણ મુજબ અનાજ, ખાંડ, દાળ તથા મીઠાનું વિતરણ કરવા ભરૂચ શહેર તથા જિલ્લાના જુદા જુદા નિયત કરાયેલા સ્થળોએ ફુડ બાસ્કેટ કિટ વિતરણની આજથી શરૂઆત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અન્નબ્રહ્મ યોજના હેઠળ ભરૂચ ગ્રામ્યમાં ૧૦૬૫, ભરૂચ શહેર ૧૨૪૦, જંબુસર ૧૮૨, આમોદ ૯૨૯, વાગરા ૧૮૯૦, અંકલેશ્વર ૧૨૭૮, હાંસોટ ૯૮૭, વાલિયા ૧૩, ઝઘડિયા ૨૫૧ અને નેત્રંગ ૬૨૮ મળી ભરૂચ જિલ્લામાં કુલ ૮૪૬૩ લાભાર્થીઓને અન્નબ્રહ્મ યોજના હેઠળ આવરી લીધેલ છે. તમામ લાભાર્થીઓને ફુડ બાસ્કેટ કીટનું વિતરણ કરવામાં આવેલ છે. જેમાં હાલમાં રાજ્યમાં પરપ્રાંતિય મજુરો, કામદારો, કારીગરો, અન્ય વ્યવસાયિક નિરાધાર વ્યક્તિઓ અટવાયેલા છે. આવા પરપ્રાંતિય મજુરો, કામદારો, કારીગરો, અન્ય વ્યવસાયિક નિરાધાર વ્યક્તિઓને ફુડ બાસ્કેટ કીટનું વિતરણ અન્નબ્રહ્મ યોજના અંતર્ગત કરવામાં આવેલ છે.

Leave a Response

error: Content is protected !!