રાજનીતિ

ગુજરાત દેશભરમાં અવ્વ્લ:ગ્રામીણ વિકાસ ક્ષેત્રે ‘ઉડીને આંખે વળગે’ તેવી રાજ્ય સરકારની કામગીરી

126views

પ્રગતિશીલ ગુજરાતની છવિ તેના રોડમાર્ગોને લઇને બરકરાર રાખતાં વધુ એકવાર રાજ્ય દેશમાં મોખરે હોવાનું સામે આવ્યું છે. માર્ગ સુવિધા ક્ષેત્રે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગુજરાત દેશમાં મોખરે રહ્યું છે.

નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે માહિતી આપતાં જણાવ્યું છે કે, “માળખાગત સુવિધાઓના નિર્માણમાં માર્ગ સુવિધા ક્ષેત્રે ગુજરાત દેશભરમાં મોખરે રહ્યું છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ પણ ૧૫ તબક્કાઓમાં ૧૨ હજાર કિ.મી.ના રસ્તાના કામો પૂર્ણ કરી દેશમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ માર્ગોને રૂ.૨૦૨ કરોડના ખર્ચે રીસરફેસીંગ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે જેનો ૨૭ જિલ્લાને લાભ મળશે અને ગ્રામીણ ખેડૂતોને અવરજવરમાં તેમજ ખેત પેદાશોની હેરફેર માટે વધુ સુવિધા ઉપલબ્ધ થશે.”

 

તો રાજ્યના પંચાયત અને ગ્રામ વિકાસ મંત્રી જયદ્રથ સિંહજી પરમારે જણાવ્યું કે,”ગ્રામીણ વિકાસના સંદભ માં સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ વિઝન 2030ને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશની તામામ પંચાયતો ‘સબ કી યોજના સબ કા વિશ્વાસ’પંચાયતોને ડેવલોપમેન્ટ પ્લાન તૈયાર કરવા માટે પીપલ્સ પ્લાન કેમ્પઈન શરૂ કરવામાં આવ્યું છે.”

 

Leave a Response

error: Content is protected !!