રાજનીતિ

S-400 મિસાઈલ બાબતે જયશંકરે અમેરિકાને મોં પર ચોપડાવી દીધું

95views

ભારતે આજે રશિયા પાસેથી ખરીદવામાં આવનારી દુનિયાની સૌથી આધુનિક અને શક્તિશાળી એસ-400 ટ્રાયમ્ફ મિસાઈલ સિસ્ટમને લઈને અમેરિકા સમક્ષ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો સાથેની મુલાકાતમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે આ વલણ સ્પષ્ટ કર્યું છે.વિદેશ મંત્રી એસ. જયશંકરે પોતાનાં અમેરિકી સમકક્ષ માઇક પોમ્પિયો સાથેની વ્યાપક દ્વિપક્ષીય વાતચીત દરમિયાન આ વાત કરી હતી.

પત્રકાર પરિષદમાં કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવરસરીઝ થ્રુ સેક્શન્સ એક્ટ (કાટસા) હેઠળ પ્રતિબંધોના મુદ્દે એક સવાલનાં જવાબમાં જયશંકરે કહ્યું કે, ભારતે અનેક દેશો સાથે સંબંધ છે. દરમિયાન પોમ્પિયોએ કહ્યું કે, ભારત અમેરિકાનું એક મહત્વનું મિત્ર અને ભાગીદાર રાષ્ટ્ર છે. બંન્નેની ભાગીદારી એક નવી ઉંચાઇએ પહોંચી રહી છે. કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવરસરીઝ થ્રુ સેક્શન્સ એક્ટ (કાટસા) હેઠળ પ્રતિબંધોના મુદ્દે એક સવાલનાં જવાબમાં જયશંકરે કહ્યું કે, ભારતે અનેક દેશો સાથે સંબંધ છે.

માટે અમે એ જ કરીશું જે અમારા રાષ્ટ્રીય હિતમાં હશે અને આ રણનૈતિક ભાગીદારીનો એક ભાગ પ્રત્યેક દેશની ક્ષમતા અને બીજાના રાષ્ટ્રીય હિતોનું સમ્માન કરે છે. તેમણે કહ્યું હતું કે, ભારત-અમેરિકાની રણનૈતિક ભાગીદારી ઉંડી અને વ્ય્યાપક સમન્વય પર આધારીત છે.

મુલાકાતને લઈને જયશંકરે કહ્યું હતું કે, પોમ્પિયો સાથે ઉર્જા, વ્યાપારીક મુદ્દાઓ, અફઘાનિસ્તાન, ખાડી દેશો અને હિંદ-પ્રશાંત મહાસાગર જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આતંકવાદ મુદ્દે તેમણે કહ્યું હતું કે, તેમણે ટ્રમ્પ પ્રશાસનના મજબુત સમર્થન બદલ પ્રશંશા વ્યક્ત કરી હતી. માઈક પોમ્પિયો ગઈ કાલે મંગળવારે રાત્રે જ ત્રણ દિવસ માટે ભારતની મુલાકાતે છે.

ભારતને રશિયા સાથે એસ-400 મિસાઈલ સહિતના અનેક મહત્વપૂર્ણ હથિયારોના સોદા કર્યા છે. અમેરિકા જાણે છે કે, ભારત અને રશિયાના સંબંધો જૂના છે. જેને પૂરા કરી શકાય એમ નથી. જોકે અમેરિકા પહેલાં એસ-400 મિસાઈલ સોદા વિશે નારાજગી જાહેર કરી ચૂક્યું છે.

બુધવારે સવારના સમયે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત અને દ્વિપક્ષીય સંબંધોના અલગ અલગ પાસાઓ પર ચર્ચા કરી. પોમ્પિઓની આ યાત્રા અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે જાપાનનાં ઓસાકામાં યોજાનારી જી20 શિખર સમ્મેલન ઉપરાંત યોજાનારી બેઠક પહેલા થઇ છે.

Leave a Response

error: Content is protected !!