વિકાસની વાત

ગુજરાતીઓ માટે આજના સૌથી મોટા સમાચાર.. સાબરમતીમાં નહિ રહે ગંદકી..સ્વચ્છ સાબરમતી અભિયાન 5 જુનથી થશે શરૂ

168views

ગુજરાતીઓ માટે જ નહિ પણ સમગ્ર દેશ માટે સાબરમતીનું મહત્વ અનેરુ છે ત્યારે સાબરમતીની સ્વચ્છતા માટે સૌથી મોટું અભિયાન રજુ કરવામાં આવ્યું છે. આજે અમદાવાદ મેયર બ્રિજલ પટેલ અને મ્યુનિસીપલ કમિશનર વિજય નેહરાએ આ અભિયાનની જાહેરાત કરી છે. સ્વચ્છ સાબરમતી અભિયાન વિશ્વ પર્યાવરણના દિવસે એટલે કે 5 જુનથી મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શરૂ કરવામાં આવશે. આ અભિયાનના મુખ્ય ચાર ભાગ છે. અભિયાન 2 ઓક્ટોબર,2019ની દિવસે પુર્ણ થશે. જણાવી દઈએ કે આ દિવસે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ છે.

મહાત્મા ગાંધીની જન્મજયંતિ પર બાપુને આનાથી મોટી સ્મરણાંજલી બીજી કઈ હોઈ શકે..!  સાબરમતીના સંત મહાત્મા ગાંધીનું સ્વપ્ન હતુ ભારતને સ્વચ્છ જોવાનું જે હવે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં પુર્ણ થઈ રહ્યુ છે. તો સાબરમતીએ ગાંધીજીની જીવાદોરી સમાન હતી એવુ કહેવામાં અતિશયોક્તિ નથી. સાબરમતીના તટે જ ગાંધીજી આશ્રમમાં રહેતા ત્યારે તેમની 150મી જન્મજયંતિ નિમીત્તે સરકાર અને કોર્પોરેશન દ્વારા આ કાર્ય સરાહનીય છે,

error: Content is protected !!