રાજનીતિ

પુલવામા આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ સજ્જાદ ભટને સેનાએ કર્યો ઠાર, હુમલાનો બદલો પુરો

105views

જમ્મૂ-કશ્મીરનાં અનંતનાગરમાં સુરક્ષા દળને મંગળવારે મોટી સફળતા મળી છે. સુરક્ષા દળના જવાનોએ જૈશ-એ-મોહમ્મદના કમાંડર સજ્જાદ ભટને એકાઉન્ટરમાં ઠાર માર્યો અને પુલવામાં કરવામાં આવેલા હુમલાનો બદલો પૂરો કરી દીધો. અનંતનાગમાં સજ્જાદ ભટ્ટની સાથે અન્ય એક આતંક માર્યો ગયો છે. જ્યારે તેમાં સેનાનો એક જવાન પણ શહીદ થયો છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરીને ઓપરેશન હાથ ધર્યું છે.

14 ફેબ્રુઆરીએ પુલવામાં હુમલામાં સજ્જાદ ભટની કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સીઆરપીએફના કાફલા પર આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. સુરક્ષા દળના જવાનોએ સજ્જાદ ઉપરાંત આઈઈડી બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડને પણ ઠાર માર્યો છે. સુરક્ષા દળોએ દાવો કર્યો છે કે, પુલવામાં હુમલામાં સામેલ આતંકી પૈકી આ છેલ્લો આતંકી હતો જેને ઠાર કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અનંતનાગ જિલ્લાના પુલવામામાં આ વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ આતંકીઓએ સીઆરપીએફના એક કાફલાને નિશાન બનાવ્યો હતો. આતંકીઓએ સીઆરપીઅફના કાફલામાં સામેલ એક ગાડીને આઈઈડી બ્લાસ્ટ કરીને ઉડાવી દીધી હતી. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. પુલવામા હુમલા બાદ આતંકીઓએ જમ્મુ-કાશ્મીરના બનિહાલમાં પણ સીઆરપીએફના કાફલાને કાર બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરું ઘડ્યું હતું, જેને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવી દીધું હતું.

પુલવામા હુમલા બાદથી જ ભટની શોધ ચાલુ હતી. તમને જણાવી દઈએ કે, પુલવામાં હુમલા થયા પછી સુરક્ષાદળોના નિશાન પર સજ્જાદ ભટ હતો. સજ્જાદે જ કારમાં આઈઈડી ભરીને સીઆરપીએફના કાફલાને નિશાન બનાવાનું આખું પ્લાનિંગ કર્યું હતું.

NIAએ ભટ અંગે કર્યો ખુલાસો

પુલવામા આતંકી હુમલા બાદ NIAએ ભટ અંગે ખુલાસો કર્યો હતો. ભટે હુમલાના 10 દિવસ પહેલાં જ આ મારૂતિ ઇકો કાર ખરીદી હતી. ભટ દક્ષિણ કાશ્મીરના બિજેહરાનો રહેવાસી હતો. આ વિસ્તાર આતંકી સંગઠન જૈશનો ગઢ મનાય છે. ભટ એ દેવબંદી મદરેસા સિરાજ-ઉલ-ઉલમથી અભ્યાસ કર્યો હતો. ભટના માતા ત્રાલના રહેવાસી છે. આતંકવાદી બુરહાન વાની પણ ત્રાલના રહેવાસી હતા. ભટના માતા-પિતાએ કથિત રીતે બુરહાનના ઠાર થયા બાદ થયેલી હિંસામાં ભાગ લીધો હતો. ભટની ઓળખ જૈશના આત્મઘાતી હુમલાખોર તરીકે થઇ હતી. તેની 2018મા ધરપકડ પણ કરાઇ હતી જ્યારે ભટના પિતાને 2017મા પકડવામાં આવ્યા હતા.

NIAએ કહ્યું હતું કે, પુલવામાં જે ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેનો ચેસિસ નંબર MA3ERLF1SOO183735 અને એન્જિન નંબર G12BN164140 હતો. જલીલ એ આ કાર વર્ષ 2011માં ખરીદી હતી. ત્યારબાદ આ કાર સાત વખત વેચવામાં આવી હતી અને અંતમાં સજ્જાદ એ તેને ખરીદી હતી.

Leave a Response

error: Content is protected !!