રાજનીતિ

રંગીલા રાજકોટમાં કાળા કામ, ઔષધીના નામે ગાંજાની ગોળીનું વેચાણ: 891 પડીકી જપ્ત

250views

પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાતમાં ડ્રગ્સ વિરુદ્ધ ડ્રાઈવ ચલાવવાના આદેશ આપ્યા છે જેના પગલે રોજ રોજ નવા ડ્રગ્સ પકડાઈ રહ્યા છે. હલે રંગીલા રાજકોટમાં અનોખી રીતના ગાંજા બહાર આવ્યા છે.

  • રાજકોટ એસઓજીએ બે સ્થળે દરોડા પાડ્યા હતા. જેમાં ગાંજો મિશ્રીત મનાતી ગોળીઓ સાથે બે શખ્સને પકડી લીધા છે.
  • આયુર્વેદિક ઔષધીના નામે વેચાતી આવી ગોળીઓની કુલ ૮૯૧ પડીકીઓ મળી આવી હતી.
  • શહેર એસઓજીની ટીમે ત્રણ મહિના પહેલા પાંચમી માર્ચે ગોંડલ રોડ રાજકમલ પંપ સામે ફાટકની પાસે આવેલા હિમાલયા કોમ્પ્લેક્ષમાં જય રામનાથ સેલ્સ એજન્સીમાં દરોડો પાડી તરંગ વિજયાવટી આયુર્વેદિક ઔષધીની ૫૦૮૦ પડીકી (કિંમત રૂ. ૫૦૮૦)ની નશાકારક ગણી કબ્જે કરી હતી.
  • એક પેકેટમાંથી બીજી નાની ૪૦ પડીકીઓ નીકળી હતી. જેમાંથી બીજી કુલ ૫૦૮૦ પડીકી મળી હતી. જેની એકની કિંમત રૂ. ૧ ગણી રૂ. ૫૦૮૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
  • દરમિયાન ગત સાંજે એસઓજીની ટીમે અટીકા આહિર ચોકમાં આવેલી બાબા પાન નામની દૂકાનમાં દરોડો પાડતાં ત્યાંથી તરંગ વિજ્યાવટી આયુર્વેદિક ઔષધીની ૮૮૦ પડીકીઓ મળી આવતાં દૂકાન માલિક ધીરજલાલ ભીખુભાઇ દેસાઇ તથા તેના કર્મચરી સંજય સુખલાલ મહેતા સામે કાર્યવાહી કરવામાં આવી છે.
  • આ ઉપરાંત શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા શ્રી હરિદેવા જનરલ સ્ટોર નામની દૂકાનમાંથી રૂ. ૧૧ની આવી ૧૧ પડીકી મળી આવતાં દૂકાનદાર યોગેશ મનસુખભાઇ પાદરીયા (ઉ.૨૯) સામે કાર્યવાહી કરાઇ છે. આ પડીકીઓને એફએસએલમાં મોકલાશે.મોટે ભાગે પરપ્રાંતિય શ્રમિકો આવી પડીકીનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે.

Leave a Response

error: Content is protected !!