રાજનીતિ

ચુંદડીવાળા માતાજીના અંતિમ દર્શન, ભક્તોએ સોશિયલ મીડિયાથી શ્રધ્ધાંજલી આપી

959views
  • છેલ્લા 80 વર્ષથી ચુંદડીવાળા માતાજી અન્ન જળ વગર જીવી રહ્યા હતા
  • તેમને 11 વર્ષની ઉંમરે જ અન્ન જળનો કર્યો હતો ત્યાગ
  • આશ્રમ ખાતે આપી સમાધિ
  • હજારો ભાવિકોએ સોશિયલ મીડિયામાં આપી શ્રધ્ધાંજલી
  • ચૂંદડીવાળા માતાજીનું 92 વર્ષની ઉંમરે વતન માણસાના ચરાડા ગામે મંગળવારે મધરાત્રે બ્રહ્મલીન થયા હતા

યાત્રાધામ અંબાજી ખાતે ચૂંદડીવાળા માતાજીના નામે જાણીતા પ્રહલાદ જાનીને આજે સવારે સમાધિ અપાઈ હતી. ચૂંદડીવાળા માતાજીના આશ્રમમાં હવન પૂજન કરતાં જીતુભાઈ શાસ્ત્રી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી હતી અને ચૂંદડીવાળા માતાજીને સમાધિ આપવામાં આવી હતી. દરમિયાન કોરોના વાઈરસને પગલે સમાધિ આપવાના સમયે ત્યાં ભક્તો હાજર રહી શક્યા ન હતા. જો કે હાલના ડિઝિટલ યુગને પગલે ભક્તોએ સોશિયલ મીડિયાની મદદથી ચૂંદડીવાળા માતાજીના અંતિમ દર્શન કર્યા હતા.
આશ્રમના ગાદી સ્થાને જ સમાધિ અપાઈ
અંબાજી નજીક અરવલ્લીની ગીરીમાળાઓમાં ગબ્બર નજીક આશ્રમ નિવાસી અને રહસ્યમય જિંદગી જીવતા ચૂંદડીવાળા માતાજીનું 92 વર્ષની ઉંમરે વતન માણસાના ચરાડા ગામે મંગળવારે મધરાત્રે બ્રહ્મલીન થયા હતા. બે દિવસ પહેલા દેહત્યાગ કરનાર ચૂંદડીવાળા માતાજીના નશ્વર દેહને અંબાજી ખાતે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી તેઓ જે ગાદી પર બેસતા હતા, ત્યાં એક જગ્યાએ આઠ ફૂટ ઊંડા ખાડામા માતાજીને બેસાડીને મીઠું નાખવામાં આવ્યું હતું અને સમાધિ આપવામાં આવી હતી.
નદીઓના જળથી સ્નાન બાદ લેપ કરી સમાધિ
આજે સવારે સ્નાન કરાવ્યા બાદ તેમના નશ્નરદેહને પાંચ પ્રકારના લેપ લગાવાયા હતા. તેમજ તેમને શણગાર સજીને સમાધિ સ્થળે લઈ જવાયા હતા. રૂત્ર સૂક્તના અભિષેક દ્વારા વિવિધ નદીઓના જળ લાવી ચૂંદડીવાળા માતાજીને સમાધિ અપાઈ હતી.


ચૂંદડીવાળા માતાજીને સમાધિ આશ્રમમાં કઇ જગ્યાએ આપવી તે બાબતને લઈ 2 દિવસથી ચર્ચા વિચારણા ચાલી રહી હતી. જેમાં અંબાજી આશ્રમ સ્થિત તેમની સેવામાં જોડાયેલા તેમના ભત્રીજા મેહુલ જાની, મુખ્ય સેવક જશુભાઈ સહિતના સભ્યો સતત આયોજન સંદર્ભે ગાંધીનગર સ્થિત પંડિતજી સાથે વિચાર વિમર્શ કરી જગ્યા નક્કી કરી હતી. જે મુજબ ગબ્બર નજીક આવેલા તેમના આશ્રમમાં જ સવારે 8 15 કલાકે શ્રેષ્ઠ નક્ષત્રમાં સમાધિ આપવામાં આવી હતી. કોરોનાના કહેર વચ્ચે માતાજીએ દેહત્યાગ કરતા અવઢવમાં મુકાઇ ગયેલા ભક્તો મંદિરના સેવકોને ફોન કરીને વીડિયો કોલિંગના માધ્યમથી દર્શન કર્યા હતા. પોલીસે 200 મીટર દૂર ગેટની બહાર શ્રદ્ધાળુઓના વાહનો પાર્ક કરાવ્યા હતા. અંબાજીથી 10 ટકા પરંતુ 90 ટકા શ્રદ્ધાળુઓ અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ગોધરા, બરોડા, લુણાવાડાથી કાર લઈ આવી ગયા હતા. તો વળી કેટલાક સેવકો બાઈક લઈને આવી બાદમાં સેવા કાર્યમાં જોડાઈ ગયા હતા.

Leave a Response

error: Content is protected !!