ધર્મ જ્ઞાન

આજે સંકટ ચોથ અને સોમવારનો શુભ યોગ.. વ્રત કરવાથી દરેક કષ્ટ દુર કરશે શ્રીગણેશ, જાણો પુજા-વિધી

405views

સંકષ્ટી ચોથ વ્રત દર મહિનાના વદ પક્ષની ચોથ તિથિએ કરવામાં આવે છે. આ વર્ષે આ વ્રત 8 જૂન, સોમવારે કરવામાં આવી રહ્યું છે. ભગવાન ગણેશ સંકટ હરે છે એટલે, તેમને સંકટમોચન પણ કહેવામાં આવે છે. દરેક પ્રકારના સંકટથી છુટકારો મેળવવા માટે સંકષ્ટી ચોથના દિવસે ભગવાન ગણેશ અને ચોથ દેવીની પૂજા કરવામાં આવે છે. સાથે જ, રાતે ચંદ્રની પૂજા અને દર્શન કર્યા બાદ વ્રત ખોલવામાં આવે છે. ભવિષ્ય પુરાણ પ્રમાણે સંકષ્ટી ચોથની પૂજા અને વ્રત કરવાથી દરેક પ્રકારના કષ્ટ દૂર થાય છે. ગણેશ પુરાણ પ્રમાણે આ વ્રતના પ્રભાવથી સૌભાગ્ય, સમૃદ્ધિ અને સંતાન સુખ મળે છે.

સંકષ્ટી ચોથ અને ગણેશ પૂજાઃ-
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. પ્રવીણ દ્વિવેદીએ જણાવ્યું કે, સંકષ્ટી ચોથનો અર્થ સંકટને હરનારી ચોથ થાય છે. સંકષ્ટી સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવેલો શબ્દ છે, જેનો અર્થ કઠોર સમયમાંથી મુક્તિ મેળવવી થાય છે. આ દિવસે ભક્તો પોતાના દુઃખમાંથી છુટકારો મેળવવા માટે ગણપતિજીની આરાધના કરે છે. ગણેશ પુરાણ પ્રમાણે ચોથના દિવસે ગૌરી પુત્ર ગણેશની પૂજા કરવી ફળદાયી હોય છે. આ દિવસે ઉપવાસ કરવાનું મહત્ત્વ વધારે છે.

ભગવાન ગણેશજીને સમર્પિત આ વ્રતમાં શ્રદ્ધાળુ પોતાના જીવનની મુશ્કેલીઓ અને ખરાબ સમયથી છુટકારો મેળવવા માટે તેમની પૂજા-અર્ચના અને ઉપવાસ કરે છે. અનેક જગ્યાએ તેને સંકટ હારા કહેવામાં આવે છે તો કોઇ સ્થાને સંકટ ચોથ પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશજીનું સાચા મનથી ધ્યાન કરવાથી વ્યક્તિની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને લાભ પ્રાપ્તિ થાય છે.

પૂજાની વિધિઃ-

  • આ દિવસે સવારે સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરો અને સાફ કપડાં પહેરો.
  • રવિવાર હોવાથી આ દિવસે લાલ રંગના કપડાં પહેરવા પણ શુભ મનાય છે.
  • ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, વ્રત અને પર્વના દિવસે તે દિવસને ધ્યાનમાં રાખીને કપડા પહેરવાથી વ્રત સફળ થાય છે.
  • સ્નાન બાદ ગણપતિજીની પૂજાની શરૂઆત કરો.
  • ગણપતિજીની મૂર્તિને ફૂલોથી સજાવો.
  • પૂજામાં તલ, ગોળ, લાડવા, ફૂલ, તાંબના કળશમાં પાણી, ધૂપ, ચંદન, પ્રસાદ તરીકે કેળુ કે નારિયેળ રાખો.
  • સંકષ્ટીએ ભગવાન ગણપતિને તલના લાડવા અને મોદકનો ભોગ ધરાવો.
  • સાંજે ચંદ્રોદય પહેલાં ગણપતિજીની પૂજા કરો અને સંકષ્ટી વ્રત કથાનો પાઠ કરો.

ગણેશ ચોથે સવારે જલ્દી જાગવું અને સ્નાન બાદ સૂર્યને જળ ચઢાવવું. ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો. ત્યાર બાદ ઘરના મંદિરમાં ગણેશ પ્રતિમા સ્થાપિત કરવી. સિંદૂર, દૂર્વા, ફૂલ, ચોખા, ફળ, જનોઈ, પ્રસાદ વગેરે વસ્તુઓ ચઢાવવી. ધૂપ-દીપ પ્રગાટવો. ૐ ગં ગણપતયૈ નમઃ મંત્રનો જાપ કરીને પૂજા કરો. મંત્રજાપ 108વાર કરો.

ગણેશજી સામે વ્રત કરવાનો સંકલ્પ લો અને આખો દિવસ અનાજ ગ્રહણ કરશો નહીં. વ્રતમાં ફળાહાર, પાણી, દૂધ, ફળનો રસ વગેરે વસ્તુઓનું સેવન કરી શકાય છે.

શિવજીના મંત્ર ૐ સાંબ સદાશિવાય નમઃનો જાપ 108વાર કરો. શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવો. બીલીપાન અને ફૂલ ચઢાવો. દીવો પ્રગટાવીને આરતી કરો.

પૂજા બાદ ઘરની આસપાસ જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો. ગાયને રોટલી અથવા લીલું ઘાસ આપો. કોઇ ગૌશાળામાં ધનનું દાન પણ કરી શકો છો

Leave a Response

error: Content is protected !!