ધર્મ જ્ઞાન

15 જુનથી 21 જુન સુધીનું તમારુ સપ્તાહ કેવું રહેશે ? જાણો બાર રાશિનું સાપ્તાહિક ભવિષ્ય

952views

મેષઃ

પોઝિટિવઃ– તમારા દિમાગમાં નવા-નવા વિચારો આવશે. માત્ર તમારે ભાવુકતાથી બચવું પડશે. નવી ઊર્જાનો અનુભવ કરશો અને તમારા પોતાના માટે સમય કાઢી શકશો.

નેગેટિવઃ– ધન સંબંધિત થોડી યોજનાઓ બનશે પરંતુ રૂપિયાની લેવડ-દેવડમાં સાવધાની રાખો. વધારે આત્મવિશ્વાસ થોડી પરેશાની ઉત્પન્ન કરી શકે છે.

લવઃ– આ સપ્તાહ તમે રોમેન્ટિક મૂડમાં રહેશો.
વ્યવસાયઃ– વ્યાવસાયિક દૃષ્ટિકોણથી સમય ઉત્તમ રહેશે.
સ્વાસ્થ્યઃ– આ સપ્તાહ આળસની સ્થિતિ રહેશે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– આ સપ્તાહ તમે તમારા ફ્યૂચર માટે થોડી ગુપ્ત યોજનાઓ બનાવી છે. હવે સમય છે તમારે તમારી કાર્યક્ષમતાઓને સમજવાનો. તમારાથી મોટા ભાઇ-બહેનથી તમને ફાયદો થઇ શકે છે.

નેગેટિવઃ– તમે જે યોજનાઓ બનાવી છે તેમને હાલ સ્થગિત રાખો. આ સપ્તાહ તમારા સ્વભાવના કારણે તમારા નજીકના મિત્રો સાથે તમારે મનમુટાવ થઇ શકે છે.

લવઃ– ક્યારેક વિપરિત પરિસ્થિતિના કારણે તમારો વ્યવહાર અસામાન્ય રહેશે.
વ્યવસાયઃ– આજે કાર્યક્ષેત્ર સાથે જોડાયેલાં નવા કામ સ્થગિત જ રાખો.
સ્વાસ્થ્યઃ– આ સપ્તાહ તમારે થોડું હાઇજિનિક રહેવાની જરૂર છે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– આ સપ્તાહ તમારી અંદર એક નવી ઊર્જાનો સંચાર થશે. આત્મવિશ્વાસ જળવાયેલો રહેશે. તમારું સંપૂર્ણ ધ્યાન તમારા પરિવારની દેખરેખમાં રહેશે. સંતાન પક્ષ તરફથી કોઇ શુભ સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ– કોઇપણ પેપર ઉપર હસ્તાક્ષર કરતાં પહેલાં તેને યોગ્ય રીતે વાંચી લેવાં. ક્યારેક-ક્યારેક તમને લાગશે કે ભાગ્ય તમને સાથ આપી રહ્યું નથી. પરંતુ તમે હિંમતથી કામ કરશો તો સફળતા મળશે.

લવઃ– તમારો ઉગ્ર સ્વભાવ તમારી લવ લાઇફમાં થોડો તણાવ ઉત્પન્ન કરી શકે છે.
વ્યવસાયઃ– વ્યાવસાયિક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો તમને આ સપ્તાહ તમારી મહેનત પ્રમાણે સારું પરિણામ મળી શકશે.
સ્વાસ્થ્યઃ– તમારે આ સમયે તમારા ખાનપાનમાં સાવધાની જાળવવી પડશે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– તમારો આત્મવિશ્વાસ પારિવારિક જવાબદારીઓને પૂર્ણ કરવામાં સફળ રહેશે. પિતા અથવા પિતા સમાન કોઇ વ્યક્તિની સલાહ માનવી તમારા હિતમાં રહેશે.

નેગેટિવઃ– કોઇ પારિવારિક સભ્યના લગ્નજીવનમાં કટુતાના કારણે તમે તણાવમાં રહેશો. કોઇ મિત્ર સાથે મનમુટાવ થઇ શકે છે.

લવઃ– જીવનસાથીનો સહયોગ પણ તમારા ઘર અને કામ બંને જગ્યાએ રહેશે.
વ્યવસાયઃ– પર્સનલ કામ અને આરામ કરવાની ઇચ્છાના કારણે તમે કાર્યસ્થળે સમય આપી શકશો નહીં.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– તમે તમારી અંદર ફરીથી ઊર્જા એકત્રિત કરીને આત્મવિશ્વાસ વધારી રહ્યા છો અને થોડી લાભદાયક પરિસ્થિતિ સારી હોવાની રાહ જોઇ રહ્યા છો. આ સમય તમારા માટે ઉત્તમ રહેશે.

નેગેટિવઃ– વિતેલી થોડી નકારાત્મક વાતો ફરીથી સામે આવાથી પબ્લિક પ્લેસ પર થોડી માનહાનિ થઇ શકે છે. આ સમયે તમારે તમારા દિમાગને શાંત રાખવાની જરૂરિયાત રહેશે.

લવઃ– કામનો તણાવ હોય તો જીવનસાથીની સલાહ લેવી ઉત્તમ રહેશે.
વ્યવસાયઃ– નોકરિયાત લોકોએ પોતાનું કામ ધ્યાનથી કરશે તો સફળતા મેળવી શકશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– આ સમયે તમારું સંપૂર્ણ ધ્યાન તમારી બચત ઉપર કેન્દ્રિત છે જે તમારા માટે પણ યોગ્ય છે. આ સમયે તમારે તમારું સંપૂર્ણ ધ્યાન તમારા ઘરમાં જ આપવું પડશે.

નેગેટિવઃ– પાર્ટનરશિપનું કાર્ય થોડી સમજદારીથી કરો. પાર્ટનર સાથે મતભેદ થઇ શકે છે જેનું કારણ તમારો સ્વભાવ હોઇ શકે છે.

લવઃ– સિઝનના કારણે પાર્ટનરનું સ્વાસ્થ્ય નબળું પડી શકે છે.
વ્યવસાયઃ– માર્કેટિંગના કામને આ સપ્તાહ સ્થગિત રાખો તો સારું રહેશે.
સ્વાસ્થ્યઃ– તમારી અંદર આ સમયે ભરપૂર ઊર્જા રહેશે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– તમારું તમારા કામ પ્રત્યે સમર્પણ અને ઊર્જાયુક્ત વ્યવહાર તમારા માટે ઉન્નતિના નવા રસ્તા બનાવી રહ્યું છે. તમારી પોઝિટિવ કૂટનીતિથી તમને આર્થિક ઉપલબ્ધિઓ મળવાની છે.

નેગેટિવઃ– તમે કામ પ્રત્યે વધારે ધ્યાન આપવાના કાણે પરિવાર અને સમાજથી દૂર જઇ રહ્યા છો. કાકાના ભાઇ સાથે થોડો મતભેદ થઇ શકે છે.

લવઃ– સ્વાસ્થ્ય ખરાબ થવાના કારણે જીવનસાથીના આત્મબળમાં ઘટાડો આવશે.
વ્યવસાયઃ– તમારો અગ્રેસિવ સ્વભાવ તમારી હેઠળ કામ કરતાં લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે.
સ્વાસ્થ્યઃ– અનિયમિત ખાનપાનના કારણે લિવરમાં તકલીફ ઊભી થઇ શકે છે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– આ સમયે તમે ઊર્જાથી ભરપૂર રહેશો. તમે ઘરમાં કોઇ ફર્નીચર લાવવાનું વિચારી રહ્યા છો. ઘરનું વાતાવરણ સારું રહેશે.

નેગેટિવઃ– અન્યની વાતો ઉપર ધ્યાન આપશો નહીં. આ સપ્તાહ તમારું વધારે હાઇપર થવું તમારા નિર્ણયોને ખોટાં સાબિત કરી શકે છે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.
વ્યવસાયઃ– સરકાર સાથે સંબંધિત કાર્ય પૂર્ણ કરવા માટે સમય યોગ્ય છે.
સ્વાસ્થ્યઃ– બ્લડ સંબંધિત કોઇ ઇન્ફેક્શન થઇ શકે છે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– કળાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો માટે આ સપ્તાહ થોડા નવા ઓર્ડર આવી શકે છે. મિત્રોનો સહયોગ પણ રહેશે. ધનલાભ તો થશે પરંતુ આશાથી ઓછો.

નેગેટિવઃ– કોઇ સંતાનના કારણે ધન ખર્ચ થવાની શક્યતા છે. સંતાનની ગતિવિધિઓનું ધ્યાન રાખો.

લવઃ– જીવનસાથીનું આ સપ્તાહ સંપૂર્ણ ધ્યાન રાખવું.
વ્યવસાયઃ– સ્પોર્ટ્સ અને જિમ વગેરે સાથે જોડાયેલાં વ્યવસાયોમાં ગતિ આવશે.
સ્વાસ્થ્યઃ– વધારે વિચારોના કારણે બ્લડ પ્રેશર સંબંધિત મુશ્કેલીઓ આવશે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– તમારો વિનોદી સ્વભાવ અને પરિવાર પ્રત્યે તમારો રસ પારિવારિક વાતાવરણ આનંદમયી બનાવશે. આ સમયે વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ સાથે સંબંધિત કોઇ ઉપલબ્ધિ મળી શકે છે.

નેગેટિવઃ– ક્યારેક તમારા મનમાં ચંચલતા કે અનિર્ણયની સ્થિતિ નુકસાન પહોંચાડી શકે છે. નેગેટિવ વિચારોને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં.

લવઃ– અકારણ જ મતભેદની સ્થિતિ રહી શકે છે.
વ્યવસાયઃ– આ સમયે કોઇપણ નવી પ્લાનિંગને સ્થગિત જ રાખશો તો સારું રહેશે.
સ્વાસ્થ્યઃ– ખાનપાનમાં વાસી ભોજન કરવાથી બચવું.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– આ સમય તમારે તમારી ગુપ્ત પ્રતિભાઓને નિખારવાનો છે. તમારી અંદર ક્ષમતાઓ તો છે પરંતુ તેનું અવલોકન કરવાની જરૂરિયાત છે.

નેગેટિવઃ– ક્યારેક-ક્યારેક તમે નિર્ણય લેવામાં પરેશાની અનુભવ કરી રહ્યા છો અને તમારી જિદ્દના કારણે કામ ખરાબ થઇ શકે છે.

લવઃ– જીવનસાથી સાથે બેસીને વિચાર વિમર્શ કરો.
વ્યવસાયઃ– આ સમયે તમે તમારા કાર્યક્ષેત્રમાં તમારા મિત્રો અને સહયોગીની સલાહ અવશ્ય લો
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– કોઇ કાર્યને કરતાં પહેલાં તેની રૂપરેખા બનાવવાની આદતને જાળવી રાખો. પરિવાર સાથે લીધેલો કોઇ આર્થિક નિર્ણય તમારા માટે ફાયદાકારક રહેશે.

નેગેટિવઃ– કોઇ બહારના વ્યક્તિની મૂર્ખતા પૂર્ણ સલાહથી તમારી યોજનાઓ ખોટી સાબિત થઇ શકે છે. કોઇ કોલ દ્વારા કોઇ અફવાહ અથવા મિત્ર સાથે થયેલી વાતચીત તમને વિચલિત કરી શકે છે.

લવઃ– કોઇ જૂના વિપરીત લિંગી મિત્ર સાથે મુલાકાત થઇ શકે છે.
વ્યવસાયઃ– વેપાર માટે આ સપ્તાહ સારું રહેશે.
સ્વાસ્થ્યઃ– ગેસની સમસ્યા રહેશે.

Leave a Response

error: Content is protected !!