વિકાસની વાત

પ્રણવ મુખર્જી, નાનાજી દેશમુખ અને ભૂપેન હજારીકાને ભારત રત્નથી સન્માનિત કરાયા

100views

ભારત રત્ન દેશનો સર્વોચ્ચ નાગરિક પૂરસ્કાર છે. જે અસાધારણ રાષ્ટ્રીય સેવા બદલ આપવામાં આવે છે. આજ રોજ મોદી સરકારે 70માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર 25 જાન્યુઆરી 2019ના રોજ જાહેરાત કરી હતી. જેમાં દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ભારતીય જનસંઘના વિચારક અને ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક સભ્યોમાંથી એક નાનાજી દેશમુખ અને પ્રસિદ્ધ આસામી કવિ અને સંગીતકાર ભૂપેન હજારિકાને ભારત રત્નથી સમ્માનિત કર્યા.

2015માં ભારતરત્ન આપાયો
4 વર્ષ પહેલા ભારત રત્ન આપવામાં આવ્યો હતો. 2015માં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈ અને સ્વતંત્રતા સેનાની અને બનારસ હિન્દુ યુનિવર્સિટીના સંસ્થાપક મદન મોહમ માલવીયને ભારત રત્નથી સમ્માનિત કર્યા હતા. આ પહેલા 45 મહાનુભાઓને ભારતરત્ન મળી ચુક્યો છે. ત્યારે આ સંખ્યા 48 થઈ ગઈ છે.

 

 

Leave a Response

error: Content is protected !!