રાજનીતિ

એફડીઆઈ અભિયાનને જંગી સફળતા:સાઉદી અરેબિયા કરશે ભારતમાં 70000 કરોડ રૂપિયાનું મૂડી રોકાણ

103views

વિદેશી રોકાણ મેળવવા બાબતે સરકારને મળેલી એક જબરદસ્ત સિધ્ધિ રૂપે સાઉદી અરેબિયા એ ભારતમાં લાંબા ગાળાનું વિશાળ રોકાણ કરવા ઈરાદો સ્પષ્ટ કર્યો છે.સાઉદી અરેબિયાના રાજદૂત ડૉ. સૌદ્ મોહમ્મદ અલ સારીએ સ્પષ્ટ કર્યું છે કે તેમનો દેશ ભારતમાં પેટ્રો કેમિકલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, માઈનિંગ, ખનીજ અને એગ્રિકલચર ક્ષેત્રે 70000 કરોડ રૂપિયાથી વધુનું મૂડીરોકાણ કરવા ઉત્સુક છે.

સાઉદી રાજદૂતે કહ્યું છે કે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના વિઝન 2030માં ભારત માટે એક અતિ મહત્વપૂર્ણ સ્થાન છે.સાઉદી અરબ વિશ્વનો સહુથી મોટો ખનીજ તેલ નિકાસકર્તા દેશ છે અને હાલમાં બંન્ને રાષ્ટ્રો વચ્ચે 34 અબજ અમેરિકી ડોલરનો વ્યાપાર છે..આ વ્યાપારને સાઉદી વધુ વિસ્તારવા માંગે છે..તેમના કહેવા મુજબ પેટ્રોલિયમ સિવાયના ક્ષેત્રમાં પણ ભારતમાં મૂડીરોકાણ કરવા તેમનો દેશ કૃતનિશ્ચયી છે અને તેઓએ ભારતમાં રોકાણ માટે કુલ 40 ક્ષેત્રો પર પસંદગી ઉતારી છે.

 

સાઉદી રાજદૂતે એવી પણ સ્પષ્ટ ખાત્રી આપી છે કે પ્રવર્તમાન આંતરરાષ્ટ્રિય તણાવના સંદર્ભમાં ઈરાનથી પેટ્રોલીયમની આયાત ઘટશે કે બંધ થશે તો પણ તેમનો દેશ ભરતનમાં ખનીજ તેલની ખોટ નહી પડવા દે. તેમણે એમ પણ કહ્યું હતું કે સાઉદી ભારતમાં સ્વતંત્ર રોકાણ કરવા ઉપરાંત સ્થાનિક કંપનીઓ સાથે કોલોબ્રેશન પણ કરશે અને તે સાથે જ તેના અંતર્ગત ખનીજ તેલ ક્ષેત્રે ભારતના હીતોને નુકશાન નહી પહોંચવા દે.વાસ્તવમાં સાઉદી અરબની આરમકો પેટ્રોલિયમ કંપની દ્વારા ભારતની રિલાયન્સમાં રોકાણ સીમાચિન્હ રૂપ બની રહેશે..સાઉદી અરેબિયા ભારતના ખનીજ તેલ ક્ષેત્રમાં પોતાનું મજબૂત સ્થાન ઉભુ કરવા માંગે છે.ભારતને પણ આ ક્ષેત્રમાં અતિ વિશાળ રિફાઇનિંગ કેપેસિતી ધરાવતા ઉદ્યોગોની જરૂરત છે .હાલમાં અમેરિકા પછી ખનીજ તેલના સહુથી મોટા ઉપભોક્તા તરીકે ચીનનું સ્થાન છે પરંતુ બહુ ટૂંકા ગાળામાં આપણે ચીનની પણ આગળ નીકળી જઈશું.

અમેરિકાની વાર્ષિક રિફાઇનિંગ કેપેસીતી 843 મેટ્રિક ટનની છે.ચીનની 589 ટનની છે.પરંતુ એશિયાની કુલ કેપેસિતીના 41% એકલા ચીનના છે.રશિયાની વાર્ષિક કેપેસિટી 282 અને ભારતની 266 ટન છે.ભારત આ બાબતે સાઉદીના રોકાણના કારણે ટૂંક સમયમાં રશિયાને ઘણું પાછળ મૂકી દેશે અને આ સંદર્ભમાં સાઉદી કંપની  દ્વારા રિલાયન્સના 20% શેરોની ખરીદી મહત્વપૂર્ણ બની રહેશે.

સાઉદીના આ નિર્ણયના કારણે ફક્ત વિદેશી રોકાણ જ વધશે એવું નથી.છેલ્લા ઘણા સમયથી સાઉદી ભારતનું નજદીકી સહયોગી રહ્યું છે.2017ના વર્ષમાં ઇરાકને બાદ કરતાં ભારત માટે તે સહુથી મોટું ઓઇલ સપ્લાયર રહ્યું છે.હાલમાં પણ ભારતની ક્રૂડ ઓઇલ જરિયાતના 17% અને એલપીજી જરૂરિયાતના 32% પૂર્તિ સાઉદી અરબ દ્વારા થાય છે.આમ સાઉદી સાથેનો સહયોગ ભારતના આંતરરાષ્ટ્રિય વ્યાપાર સંબંધોમાં એક નવા યુગની શરૂઆત કરશે.

Leave a Response

error: Content is protected !!