રાજનીતિ

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની 20-20 બેટિંગ, ઘરોમાં પાણી ઘુસ્યા,ગામો સંપર્કવિહોણા

525views

પોરબંદરમાં 11 ઈંચ અને રાણાવાવમાં 10 ઈંચ પડતા તારાજી સર્જાઈ છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય જતાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. આ સાથે જ ભારે વરસાદના પગલે એક બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. જો કે તમામ મુસાફરો સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાં હતાં. ભારે વરસાદ પડતા અને વરસાદની આગાહીના પગલે પોરબંદરમાં NDRFની એક ટીમ ઉતારવામાં આવી છે. PGVCL ઉધોગનગર કચેરીમાં પણ પાણી ભરાય ગયા છે. 

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે કેશોદ પાસેનો સાબલી નદીનો પુલ ધરાશાયી થઈ ગયો છે. પુલ ધરાશાયી થવાને કારણે ગામ સંપર્ક વિહોણું બની ગયું છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડશે.

11 inches of rain in Porbandar,ST bus stuck into drain

ગુજરાતમાં અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. જેથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે. 

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો વરસાદ

તાલુકોવરસાદ(મીમી)
પારડી115
ચીખલી109
વાપી104
જલાલપોર102
નવસારી98
વલસાડ90
કપરાડા89
ગણદેવી83
ચોર્યાસી78
ઉમરગામ70
સુરત સિટી63
પલસાણા58
ડોલવણ53
ખેરગામ51
બારડોલી49
કામરેજ48

Leave a Response

error: Content is protected !!