રાજનીતિ

સૌરાષ્ટ્ર વિભાગમાં ભાજપના નવા કાર્યાલયનું ઈ-ખાતામુહૂર્ત, CM રૂપાણીએ પક્ષને આપ્યુ ચાર “ક”નું સુત્ર

319views

ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર અને સૌરાષ્ટ્ર વિભાગના કાર્યાલયનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્ર વિભાગ, રાજકોટ મહાનગર અને સૌરાષ્ટ્ર ઝોનના કાર્યાલયનો ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો હતો. 150 ફૂટ રિંગ રોડ પર આવેલા શીતલ પાર્ક બસ સ્ટોપ પાસે કાર્યાલય નિર્માણ પામશે. કુલ 1913 ચો.મી.વિસ્તારમાં કાર્યાલય બનશે. જેમાં કુલ 5100 ચો.મી. જેટલું આર.સી.સી.નું ભૂકંપ પ્રુફ બાંધકામ કરવામાં આવશે. કાર્યાલયમાં સેલર, 3 માળનું બાંધકામ, સેલર પાર્કિંગ અને સ્ટોરરૂમ હશે. અંદાજીત દોઢ વર્ષના સમયગાળામાં કાર્યાલયનું બાંધકામ પૂર્ણ થશે.

સૌરાષ્ટ્ર વિભાગનું ભાજપાનું નવું કાર્યાલય પક્ષ માટે પાવર હાઉસ બનશે. પક્ષનો વિકાસ અને વ્યાપ વધારવા માટે ચાર “ક” એટલે કાર્યકર્તા, કાર્યાલય, કોષ અને કાર્યક્રમ ખૂબ જ જરૂરી છે.

– સીએમ વિજય રૂપાણી

રાજકોટ ખાતે ભાજપના પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, નીતિન ભારદ્વાજ અને મેયર બીનાબેન આચાર્ય  સહિતના ભાજપના મોટા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સીએમ રૂપાણીએ ઈ- લોકાપર્ણ ગાંધીનગરથી કર્યુ હતુ જ્યાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, ભીખુભાઈ દલસાણીયા પણ ઉપસ્થિત રહ્યા હતા

Leave a Response

error: Content is protected !!