રાજનીતિ

સૌરાષ્ટ્રની પ્રથમ ડિઝાઇનિંગ કૉલેજ શરૂ, ક્રિએટિવ યુવાઓ માટે આશીર્વાદરૂપ જાણો કેટલા કોર્સ હશે ?

287views
  • સૌરાષ્ટ્રની પ્રથમ ડિઝાઇનિંગ કૉલેજ, “ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડીઝાઇન”નો રાજકોટ ખાતે પ્રારંભ
  • ડીઝાઇનિંગ ક્ષેત્રમાં ડીગ્રી આપતી સૌપ્રથમ શૈક્ષણિક સંસ્થા: ક્રિએટિવ યુવાઓ માટે આશીર્વાદરૂપ
  • ઇન્ટિરિયર, પ્રોડક્ટ, ફેશન અને કોમ્યુનિકેશન, એમ ચાર ક્ષેત્રમાં ડીઝાઇનિંગની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા માન્ય ડીગ્રી મેળવી શકાશે
  • ચારેય ક્ષેત્રમાં કરિઅર બનાવવા વિપુલ તકો
  • હવે રાજકોટ-સૌરાષ્ટ્રનાં યુવાઓને ઠેઠ મુંબઇ સુધી લાંબા નહિ થવું પડે
  • આલા દરજ્જાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રાષ્ટ્રીય સ્તરે કીર્તિ ધરાવતાં ખેરખાં ફેકલ્ટીઝ, પ્રતિષ્ઠિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સ

કોલેજ બિલ્ડિંગમાં પગ મૂકીએ અને સીડી ચડતાં હોય ત્યાં અનુભૂતિ થાય કે, અહીંની હવામાં આર્ટ અને ડીઝાઇન ઘોળાયેલા છે. પગેથિયેથી લઈને ચોતરફ નાની-મોટી કલાકૃતિઓ નજરે પડે. કોલેજની અંદર પ્રવેશ કરો તો તન-મનને ટાઢક થાય તેવું વાતાવરણ. પ્રથમ દરજ્જાનું ઈન્ટીરિયર, વિદ્યાર્થીઓ માટે આલા દરવાજાની સુવિધા, કેન્ટીન, વાલીઓ માટે કાઉન્સેલિંગરૂમ… બધુ જ અફલાતૂન. દરેક ખૂણે આપણને ડીઝાઈનિંગનો ચમત્કાર જોવા મળે. હા ! આ કોલેજ છે જ ડીઝાઈનિંગની! “ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ ડીઝાઈન” નામની આ કોલેજ રાજકોટમાં શરૂ થઈ રહી છે અને એ રાજકોટ-સૌરાષ્ટ્રનાં અનેક વિદ્યાર્થીઓનું ભાવિ બદલી નાંખવાની છે. કારણ કે, સૌરાષ્ટ્રની આ સૌપ્રથમ ડીઝાઈનિંગ કોલેજ છે, આ કોલેજમાં ડીઝાઈનિંગનો ચાર વર્ષનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માન્ય ડીગ્રી કોર્સ થઈ શકશે જે સૌરાષ્ટ્રમાં અત્યારે બીજે ક્યાંય થતો નથી.

”ડીગ્રી ઈન ડીઝાઈનિંગ!” સાંભળવામાં થોડું નવું લાગે. નવું જ છે. કારણ કે, આ નવા જમાનાનો કોર્સ છે. ક્રિએટિવ યુવાઓ માટે એ આશીર્વાદથી કમ નથી. સાયન્સ – કોમર્સની બહાર, MBBS અને MBA કરતાં અલગ પણ એક દુનિયા છે. એ આજના યુગના વાલીઓને જાણ હોવી જોઈએ. દરેક સંતાનને યા તો કોમર્સમાં અથવા સાયન્સમાં જ રસ હોય, એવું માનવું ભૂલ છે. કેટલાક લોકોમાં ડીઝાઈનિંગમાં પણ ભારે રસ હોય છે. સમસ્યા એ હોય છે કે, તેમને વિધિવત્ તાલીમ નથી મળતી અને વાલીઓ તેમને પરાણે સાયન્સ અથવા કોમર્સમાં ધકેલી દે છે. એની પાછળ એક ગેરમાન્યતા એવી છે કે, ડીઝાઈનિંગ વગેરેમાં કરિઅર બનાવી શકાતી નથી ! વાસ્તવિકતા એ છે કે, ડીઝાઈનિંગના ફિલ્ડમાં ચિક્કાર કરિઅર ઓપ્શન્સ છે. આવનારા દાયકાઓ પણ ડીઝાઈનિંગના જ રહેવાનાં છે.

રાજકોટ-સૌરાષ્ટ્રનાં વિદ્યાર્થીઓ ડીઝાઈનિંગનો કોર્સ કરતા જ નથી, એવું નથી. કેટલાક ગણ્યાગાંઠ્યા વિદ્યાર્થીઓ કરે છે. પણ, એ માટે તેમણે ફરજિયાત અમદાવાદ કે મુંબઈ જેવા મહાનગરોમાં જવું પડે છે. જ્યાં આના ડીગ્રી કોર્સની ફી કમર તોડી નાંખે તેવી હોય છે, હોસ્ટેલ-ભોજન, ટ્રાન્સપોર્ટ વગેરેનો ખર્ચ અલગ. પરંતુ હવે ડીઝાઈનિંગમાં રસ ધરાવતાં, તેની સ્કીલ ધરાવતાં ક્રિએટિવ વિદ્યાર્થીઓ માટે રાજકોટમાં જ “ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ ડીઝાઈન” (ફર્સ્ટ ફ્લોર, જે.પી.સેફાયર, રેસકોર્સ, રાજકોટ, મોબાઇલ નં : ૯૨૬૫૬ ૦૫૬૫૨, ૯૬૦૧૪ ૦૮૪૦૦) એક આશીર્વાદ બનીને આવી છે. આ કૉલેજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન છે, માન્ય છે. અહીં ઉત્તમ ઇન્ફાસ્ટ્રકચર છે, અનુભવી, નિષ્ણાંત ગણી શકાય ડીઝાઈનિંગ ક્ષેત્રના ખેરખાં ગણાય એવી ફેકલ્ટીઝ છે. તેમ છતાં ફી એકદમ વ્યાજબી છે.

“ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ ડીઝાઈન” માં ચાર પ્રકારના ડીગ્રી કોર્સ ઉપલબ્ધ છે. ચાર વર્ષનાં આ કોર્સમાં ઈન્ટીરિયર ડિઝાઈન, પ્રોડક્ટ ડીઝાઈન, કોમ્યુનિકેશન ડીઝાઈન તથા ફેશન ડીઝાઈનનાં કોર્સ થઈ શકે છે. આ કોર્સ કર્યા પછી કરિઅર ઓપ્શન્સ પણ ચિક્કાર મળી રહે છે. પ્રોડક્ટ ડીઝાઈનમાં ડીગ્રી મેળવ્યા પછી ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસ કંપનીઓ, ફ્રીઝ, ઓવન, લેપટોપ, મોબાઇલ, મ્યુઝિક પ્લેયર, ઘડિયાળ, શૂઝ, બેગ્સ, ઓટો મોબાઈલની ઉત્પાદક કંપનીઓમાં વિપુલ તકો છે. ફેશન ડીઝાઈનમાં ડીગ્રી લીધા બાદ ગારમેન્ટસ બ્રાન્ડ, ઓનલાઈન ફેશન પોર્ટલ્સ, લાઈફ સ્ટાઇલ પ્રોડક્ટ્સ કંપની, ફેબ્રિકસ કંપની, ફેશન હાઉસ જેવાં અનેક વિકલ્પો મળે છે. ઈન્ટીરિયર ડીઝાઈનમાં ગ્રેજ્યુએટ થયા પછી અગણિત તકો છે. ઘર-ઓફિસનું ઈન્ટીરિયર, પબ્લિક પ્લેસ (ગાર્ડન, પાર્ક વગેરે) ડીઝાઈનીંગ, લેન્ડસ્કેપ, ફર્નીચર, મોલ્સ, સુપર માર્કેટ, ફિલ્મ-ટેલીવીઝન ઇન્ડસ્ટ્રીમાં પુષ્કળ કામ મળી રહે છે. જયારે કોમ્યુનિકેશન ડીઝાઈનમાં સ્નાતક થયા પછી પણ કામની અછત નથી. એ કર્યા બાદ મોબાઈલ એપ, બ્રોશર, કોફી ટેબલ બુક, એડ એજન્સી, મીડિયા હાઉસ વગેરે ક્ષેત્રમાં કરિઅર બનાવી શકાય છે.

અગાઉ વાત થઈ તેમ, “ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ ડીઝાઈન” પાસે પ્રથમ દરજ્જાની ફેકલ્ટીઝ છે. અનુભવી શ્યામસિંહ છે. ચીફ મેન્ટર તરીકે, આ ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવતા કુંતલ ડે જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. નિધિ પારેખ, સંદીપ વર્મા, અભિજીત ભોંગે, આંનદ શર્મા, આશિષ ચૌધરી વગેરે પણ છે. કૉલેજના ડિરેકટર નિયંત ભારદ્વાજ, મેહુલ રૂપાણી અને ભૂપત બોદર છે. કોલેજ પાસે વર્લ્ડ કલાસ ઇન્ફાસ્ટ્રકચર પણ છે. કોલેજ પાસે મસ્ત ફાઉન્ડેશન કલાસરૂમ છે, પ્રોડક્ટ ડીઝાઈન સ્ટુડીયો, કોમ્યુનિકેશન ડીઝાઈન સ્ટુડીયો, ફેશન ડીઝાઈન સ્ટુડીયો, સ્યુઈંગ લેબ, સ્ટુડન્ટ ડિસ્કશન એરિયા, લાયબ્રેરી વગેરે પણ પ્રથમ કક્ષાનાં છે.

હાલ કોલેજમાં એડમિશન ચાલુ છે. સંતાનને જો ભણવામાં રસ ન પડતો હોય તો એને ઠોઠ માની લેશો નહીં. શક્ય છે કે, તેને ડીઝાઈનીંગમાં રસ હોય કદાચ એ તમારી ધારણા કરતા વધુ ક્રિએટિવ હોય. અને ડીઝાઇનિંગ અત્યારે હોટ કરિઅર ઓપ્શન ગણાય છે. તેમાં માત્ર દામ જ મળે છે, એવું નથી… નામ પણ મળે છે. આ ક્ષેત્રમાં ગ્લેમર છે, પ્રતિષ્ઠા છે, ઝાકઝમાળ છે. અને સૌથી મહત્વની વાત એ છે કે, આ ક્ષેત્રમાં જેમને રુચિ હોય તેમને કામ કર્યાનો સંતોષ – સેટિસફેકશન પણ છે.

Leave a Response

error: Content is protected !!