Corona Update

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર.. આ તારીખે લેવાશે પરિક્ષા જાણો સંપુર્ણ ટાઈમ-ટેબલ

693views

પરીક્ષા લેવાનો વ્યાપ વધારવાના નિર્ણયથી ૨૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે જ્યારે પ્રોરેટા મુજબ પરીક્ષા આપ્યા વગર પાસ થવાનો લાભ ૫૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને મળશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિનભાઈ પેથાણીની હાજરીમાં મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે કે 25 જૂનથી પરીક્ષાનો પ્રારંભ થશે અને 3 જુલાઈ સુધી પરીક્ષાઓ યોજાશે. આ બેઠકમાં વિવિધ ભવનો અને ફેકલ્ટીના તજજ્ઞોના અભિપ્રાયો લેવાયા હતા. ૨૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હોવાથી સોશિયલ ડીસ્ટન્સ સહિતના માપદંડોના આધારે કેવી રીતે બેઠક વ્યવસ્થા ગોઠવવી તે અંગે પણ ચર્ચા કરાઈ.

સામાન્ય સંજોગોમાં ૫૦થી ૬૦ જેટલા કેન્દ્રમાં પરીક્ષા લેવાઈ શકે પરંતુ હાલની પરિસ્થિતિમાં આ માટે ઓછામાં ઓછા ૧૦૦ પરીક્ષા કેન્દ્રની જરૂર પડશે તેવો સુર ઉઠ્યો હતો. આ માટે જરૂર પડ્યે યુનિવર્સિટી કેમ્પસ અને તાલુકા કક્ષાએ પણ પરીક્ષા લેવાશે. આજે બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે એકાદ બે દિવસમાં કોલેજોને જાણ કરાશે.

Leave a Response

error: Content is protected !!