રાજનીતિ

તંત્રએ લાલ આંખ કરતા અમદાવાદમાં આવતીકાલે સ્કૂલવાન ચાલકોની હડતાળ

94views

નિકોલ વિસ્તારમાં સ્કૂલવાનમાંથી ત્રણ બાળકો પડી જવાની ઘટના બાદ સ્કૂલવાનમાં સુરક્ષા અને તેની ચકાસણી બાબતે આરટીઓ તંત્ર જાગૃત થઈ એકાએક સ્કૂલવાનના ચાલકો સામે કાર્યવાહી કરવાનું શરૂ કરી છે. આરટીઓ તંત્ર ખોટી રીતે સ્કૂલવાનના માલિક અને ચાલકોને હેરાન કરતી હોવાના આક્ષેપને લઈ આવતીકાલે તમામ સ્કૂલવાન ચાલકો હડતાળ પર ઉતરશે.

સ્કૂલવર્ધિ એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે આરટીઓ તંત્ર દ્વારા હાલમાં કોઈપણ સ્કૂલવાનું પાસિંગ કરવામાં આવતું નથી. અતયરે સ્કૂલવાનના ચાલકો પાસે પાસિંગ માટે પૈસા ન હોય 10 દિવસ પાસિંગ માટે સમય માંગ્યો હતું પરંતુ તેઓએ આપ્યો નથી. સીએનજી કીટ વાનમાંથી દૂર કરવા જણાવ્યું છે. ઉપરાંત અલગ અલગ નિયમોનું લિસ્ટ આપી પાલન કરવા દબાણ કરતા હવે આવતીકાલે સ્કૂલવાન ચાલકો હડતાળ કરશે.

તેથી ગુરુવારે અમદાવાદની તમામ સ્કૂલ વાનનાં પૈડા એક દિવસ માટે થંભી જશે. આ હડતાળમાં ફક્ત સામાન્ય પ્રજા અને મા-બાપને પિસાવવાનો વારો આવ્યો છે. પહેલાં તો સ્કૂલવાન માલિકો તેમનાં બાળકોને ખીચો ખીચ ભરીને લઈ જાય છે. તેમ છતાં તેમનાથી કાંઈ બોલાતું નથી. અને હવે તો ખુલ્લેઆમ દાદાગીરી કરતાં વાન એસોસિયેશને હડતાળનું એલાન કરી દીધું.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના નિકોલમાં પંચામૃત સ્કૂલની સ્કૂલ વાનમાંથી ત્રણ બાળકો રસ્તા પર પટકાયા હતા. જે બાદ ભારે હોબાળો થતાં તંત્ર સફાળું જાગ્યું હતું. અને તંત્રએ લાલ આંખ કરતાં બેફામ દોડતી અને ઘેટાં -બકરાંની જેમ બાળકોને લઈને જતી સ્કૂલ વાનો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. પણ તંત્રને સહકાર આપવા બદલે સ્કૂલ વર્ધી એસોસિયેશને તંત્રની આ કામગીરીને હેરાનગતિ ગણાવી.એક તરફ વડોદરામાં સ્કૂલવાનના ચાલકોએ આજે હડતાળ સમેટી લીધી છે ત્યારે આવતીકાલે અમદાવાદમાં વાનચાલકો હડતાળ પર જશે.

Leave a Response

error: Content is protected !!