રાજનીતિ

SCO Summit : ઈમરાન ખાનની સામે જ પીએમ મોદીએ કહ્યું ‘આતંકવાદનો સફાયો કરવો જરૂરી’

105views

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય પછી પોતાના બીજા વિદેશ પ્રવાસે અને પ્રથમ વખત બહુપક્ષીય સંમેલનમાં ભાગ લેવા માટે કિર્ગીસ્તાનની રાજધાની પહોંચ્યા છે. અહીં શાંઘાઈ સહયોગ સંગઠનની શિખર પરિષદનું બે દિવસીય આયોજન છે. આજે બીજા દિવસે શિખર પરિષદમાં ભાગ લેવા આવેલા વિવિધ નેતાઓના સંબોધનની શરૂઆત થઈ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. મોદી આતંકવાદ મુદ્દે બોલતા હતા ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન તેમની સામે જ બેઠા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન વચ્ચે શાંઘાઈ સમિટમાં કોઈ મુલાકાત થઈ નથી. બંને નેતા બે દિવસની શાંઘાઈ સમિટમાં સામેલ થવા કિર્ગિસ્તાનના પાટનગર બિશ્કેક ગયા છે. શુક્રવારે સમિટનો છેલ્લો દિવસ છે. સમિટ માટે જતા પહેલાં ઈમરાન ખાને કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાનના સંબંધો હાલ ખૂબ નિમ્ન સ્તરે છે. આશા છે કે, મોદી કાશ્મીર સહિત દરેક મુદ્દાનો ઉકેલ લાવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. તેમણે સંબોધનમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, “આતંકવાદ સામે માનવતાવાદી શક્તીઓએ હાથ મિલાવાની જરૂર છે. વિશ્વમાં આતંકથી મુક્ત સમાજનું નિર્માણ કરવું જરૂરી બની ગયું છે. આતંકવાદને સમર્થન અને આર્થિક સહાયતા આપતા રાષ્ટ્રોને તેના માટે જવાબદાર ઠેરવવા જોઈએ.”

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “આધુનિક સમયમાં કનેક્ટિવિટી અત્યંત જરૂરી છે. વિવિધ દેશોના નાગરિકો વચ્ચે પણ સંપર્ક હોવો અનિવાર્ય છે. ભારતની વેબસાઈટ પર રશિયાના ટૂરિઝમની માહિતી પણ જોવા મળશે.”

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણાં દેશોના પ્રમુખ સાથે દ્વીપક્ષીય વાતચીત કરશે. તેમાં કઝાખ્સતાનના પ્રમુખ, દરેક SCO લીડર્સની સાથે ફોટો સેશન, બેલારુસ, મંગોલિયાના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત થશે. એટલું જ નહીં વડાપ્રધાન ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. હસન રુહાની, ભારત-કઝાકિસ્તાન, દ્વીપક્ષીય વાર્તા, પ્રેસ કોન્ફરન્સ પણ આજના કાર્યક્રમમાં સામેલ છે. દરેક મુલાકાત ખતમ થયા પછી પીએમ દિલ્હી માટે રવાના થશે.

Leave a Response

error: Content is protected !!