રાજનીતિ

CM રૂપાણીની સંવેદનશીલ જાહેરાત : દિવ્યાંગોને દિવ્યાંગ પ્રમાણપત્ર મેળવવા માટે અમદાવાદ સુધી નહીં ખાવા પડે ધક્કા

114views

 

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યનાં દિવ્યાંગોને આપવામાં આવતી સાધન સહાયની રકમ બમણી કરવા સહિતની કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.  છેવાડાનાં દિવ્યાંગ જરૂરિયાતમંદો માટે રૂપાણી સરકારની કલ્યાણકારી યોજનાઓ ટેકારૂપ બની રહી છે.

મુખ્યમંત્રી રૂપાણીએ દિવ્યાંગ વ્યક્તિઓ માટે સંવેદનશીલ અભિગમ દર્શાવતા એવી પણ જાહેરાત કરી કે

  • દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ રાજ્ય સરકાર વ્યક્તિ દીઠ ૧૦ હજાર રૂપિયાની જગ્યાએ ૨૦ હજાર રૂપિયા આપવામાં આવશે.
  • દિવ્યાંગ બાળકો અને બાળ સંભાળ ગૃહનાં નિરાધાર તેમજ અન્ય બાળકો માટે દર મહિને વ્યક્તિ દીઠ અપાતી રૂપિયા ૧૫૦૦ની ગ્રાન્ટ  અપાય છે તે ગ્રાન્ટ વધારીને રૂપિયા ૨૧૬૦ની કરાઈ છે.
  • દેશની સંસદે પસાર કરેલા દિવ્યાંગ અધિનિયમને અનુરૂપ રહીને ગુજરાતમાં દિવ્યાંગ વેલ્ફેર કમિશનરની નિમણુક કરવામાં આવશે. 
  • દિવ્યાંગો માટે સુગમતા કરતી ઘોષણા કરી છે હવેથી દિવ્યાંગ પ્રમાણપત્ર જિલ્લા સિવિલ હોસ્પિટલમાંથી અથવારાજ્ય સરકારની ૨૨ જેટલી મેડિકલ કોલેજમાંથી મળી શકશે.
  • રૂપાણી સરકાર દિવ્યાંગ વેલફેર બોર્ડ અને દિવ્યાંગ ફાઈનાન્સ નિગમની રચના કરવાના ઉદ્દેશ સાથે વધુને વધુ દિવ્યાંગો પગભર બની સમાનતાથી સન્માનભેર જીવી શકે તેવા પ્રયાસો હાથ ધરશે.

આમ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં રાજ્ય સરકાર સંવેદનશીલતાથી જરૂરી નિર્ણયો કરીને દિવ્યાંગોનાં જીવનમાં હેપીનેસ ઈન્ડેક્સ વધારવા સંકલ્પબદ્ધ છે.રૂપાણી સરકારે દિવ્યાંગોના કલ્યાણ અર્થે દ્રઢ અને સંગીન પ્રયાસો કર્યા છે અને હાલ કરતા જોવા મળે છે.

Leave a Response

error: Content is protected !!