Corona Update

દિલ્હીના લોકોને બચાવવા અમિત શાહ મેદાને, 24 કલાકમાં 3 બેઠક કરી પાંચ મોટા નિર્ણય કર્યા

4.85Kviews

દિલ્હીમાં કોરોનાને વધતો અટકાવવા ગૃહમંત્રી શાહે મોરચો સંભાળી લીધો છે અને કેજરીવાલ બેકફુટ રહ્યા છે. કેજરીવાલની અનેક ભુલોના કારણે આજે દિલ્હીના લોકો ભોગવી રહ્યા છે ત્યારે હવે અમિત શાહે તાબડતોબ મિટીંગ બોવાવી છે.

આ 5 નિર્ણય પણ લેવાયા
1. કોરોના ટેસ્ટિંગનો રેટ ફરી નક્કી કરાશે, તે માટે બનાવેલી કમીટિએ આજે રિપોર્ટ આપવો પડશે.
2. સ્કાઉટ ગાઈડ, એનસીસી, એનએસએસ અને બીજા સેલ્ફ હેલ્પ ગ્રૂપમાં મેમ્બર્સને હેલ્થ વોલિયન્ટર્સ બનાવવામાં આવશે.
3. અંતિમ સંસ્કાર માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે, જેથી તેના માટે વધારે રાહ ન જોવી પડે.
4. દિલ્હીની નાની હોસ્પિટલોની મદદ માટે એમ્સમાં હેલ્પ લાઈન નંબર શરૂ કરવામાં આવશે. આ નંબર્સ પર સીનિયર ડોક્ટર્સ સલાહ આપશે

5. ખાનગી હોસ્પિટલમાં 60 ટકા બેડ કોરોના માટે ફરજીયાત કરાશે

સ્કાઉટ ગાઈડ, એનસીસી અને એનએસએસને જોડવાનો નિર્ણય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આખો દેશ કોરોના સામે મક્કમતા, સતર્કતા અને સહભાગિતાથી લડી રહ્યો છે. ઘણી સ્વયંસેવી સંસ્થાઓ ઘણું સારું કામ કરી રહી છે. આ કામમાં સ્કાઉટ ગાઈડ, એનસીસી, એનએસએસ અને અન્ય સ્વયંસેવી સંસ્થાઓ આ મહામારી સ્વાસ્થ્ય સેવાઓમાં વોલન્ટીયર તરીકે જોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ડૉ. પૉલની અધ્યક્ષતામાં બનાવાશે કમિટી

દિલ્હીમાં ખાનગી હોસ્પિટલોમાં કોરોના સંક્રમણની સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં કોરોના બેડમાં 60% ઓછા દરે મળી રહે તે માટે તેમજ કોરોનાની સારવાર અને તેના ટેસ્ટિંગના દર નક્કી કરવા માટે ડૉ. પૉલ ની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવશે જે સોમવાર સુધીમાં પોતાનો રિપોર્ટ આપશે.

ઘરે ઘરે જઈને કરવામાં આવશે આરોગ્ય સર્વે

દિલ્હીના કન્ટેનમેન્ટ ઝોનમાં કોન્ટેક્ટ ટ્રેસીંગ વ્યવસ્થિત રીતે થઇ શકે તે મારે ઘરે ઘરે જઈને દરેકે દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય સર્વે કરવામાં આવશે. એક સપ્તાહમાં તેનો રિપોર્ટ આપવામાં આવશે. સાથે જ વ્યવસ્થિત મોનીટરીંગ થઇ શકે તે માટે દરેકે દરેક વ્યક્તિના મોબાઈલમાં આરોગ્ય સેતુ મોબાઈલ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરાવવામાં આવશે.

કોરોના ટેસ્ટિંગમાં પણ વધારો કરવામાં આવશે

દિલ્હીમાં કોરોના સંક્રમણ રોકવા માટે આગામી 2 દિવસોમાં ટેસ્ટિંગ વધારીને બમણી કરવામાં આવશે અને 6 દિવસ બાદ ટેસ્ટિંગ વધારીને ત્રણ ગાન કરવામાં આવશે. તો સાથે જ કંટેનમેન્ટ ઝોનમાં દરેક પોલિંગ સ્ટેશન પર ટેસ્ટિંગની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. તો, દિલ્હીની નાની હોસ્પિટલો સુધી કોરોનાને લગતી સાચી જાણકારી અને દિશાસૂચન આપવા માટે મોદી સરકારે એઇમ્સમાં ટેલિફોનિક ગાઈડન્સ માટે વરિષ્ટ તબીબોની એક કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે જેનાથી સંપૂર્ણપણે સર્વશ્રેષ્ઠ વહીવટ કરી શકાય. તેના માટે એક હેલ્પલાઇન જાહેર કરવામાં આવશે.

Leave a Response

error: Content is protected !!