રાજનીતિ

શહીદને ત્રિરંગા સાથે સેંકડો નાગરિકોએ આપી આખરી વિદાય

129views

દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર અને શહેરના સપૂત એવા આરિફ સફીઆલમ પઠાણના પાર્થિવ દેહને વડોદરા એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો.

ત્યાં ભારતીય સેનાના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સાથે જ વીર શહીદના પિતા, રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ, સાંસદ રંજનબેન ભટ્ટ સાથે સાવલીના ધારાસભ્યો,મેયર જીગીષાબેન શેઠ, કલેક્ટર શાલિની અગ્રવાલ, પોલિસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, ડેપ્યુટી મેયર જીવરાજ મહેતા, મહાનગરપાલિના વિરોધપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના મહાનુભવો હાજર રહી વીર શહીદને શ્રધ્ધાજંલિ પાઠવી હતી.

શહેરના સેંકડો નાગરિકો ત્રિરંગા સાથે એરપોર્ટ ખાતે ઉમટી પડ્યા હતા.જ્યાં “હિન્દુસ્તાન ઝિંદાબાદ, ભારત માતા કી જય, શહીદો અમર રહો” સહિતના નારાથી એરપોર્ટ પરિસર ગુંજી ઉઠ્યું હતુ.

વીર શહીદ આરિફના પાર્થિવદેહની કાયદાકીય પ્રક્રિયા બાદ તેના પરિવારજનોને સોંપી દેવામાં આવશે.ધાર્મિક ક્રિયાઓ કર્યા બાદ બપોરની નમાજ બાદ વીર શહીદની દફનવિધિ કરવામાં આવનાર છે.

Leave a Response

error: Content is protected !!