Corona Update

રાજકોટની આ કંપનીએ કરી કમાલ : સેનેટાઈઝેશન માટે બનાવ્યા ‘શક્તિમાન મશીન’,CM રૂપાણીએ કહ્યુ “શાબાશ”

966views

હાલ વિશ્વમાં મોટા ભાગના દેશોમાં કોરોના વાઇરસના કારણે ફેલાયેલી મહામારી સામે તમામ દેશો ઝઝુમી રહ્યા છે અને આ રોગચાળો આગળ ફેલાતો અટકાવવા લોકોના આરોગ્યની સાવચેતી રાખવા માટે આરોગ્ય વિભાગે અલગ અલગ વિભાગમાં દવાનો છટકાવ કરવામાં આવે છે.

રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાના તંત્ર દ્વારા પગલા લેવાઈ રહ્યા છે ત્યારે શહેરના તમામ વોર્ડમાં મશીનથી દવા છાંટી શકાય તે માટે શક્તિમાન બ્રાન્ડના “પ્રોટેક્ટર ટાઈપના હાઈ ક્લીયરન્સ બુમ સ્પ્રેયર મશીનોથી દવા છાંટવાની કામગીરીની શરૂઆત પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજના હસ્તે શરૂ કરાવવામાં આવી છે. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમારતથા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટમાં તીર્થ એગ્રો ટેકનોલોજી પ્રા. લી. દ્વારા શક્તિમાન બ્રાન્ડથી ખેતીવાડીને લગત તમામ પ્રકારના મશીનોનું દાયકાઓથી ઉત્પાદન કરવામાં આવે છે. આ કંપનીના માલિકો હસમુખભાઈ ગોહેલ તથા અશ્વિનભાઈ ગોહેલ દ્વારા ઉદયભાઈ કાનગડ સાથેના અંગત સંબંધોને ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે આ પ્રકારના ચાર મશીનો મહાનગરપાલિકાને વિનામુલ્યે ઉપયોગ અર્થે આપવામાં આવેલ છે.

  • આ મશીનની ખાશીયત

તેમજ આજ સાંજ સુધીમાં બાકીના 14 મશીનો પણ મહાનગરપાલિકાને સુપ્રત કરવામાં આવશે. આ મશીન વડે શહેરના તમામ વોર્ડ વિસ્તારોમાં પાણી સાથે દવા મિશ્રણ કરી, તમામ રસ્તાઓ, શેરીઓ, તેમજ જુદા જુદા વિસ્તારોમાં દવાનો છંટકાવ થઇ શકશે. આ મશીનની સ્પ્રે ટેન્ક કેપેસિટી 400 થી 600 લીટરની છે. તથા ફ્યુઅલ ટેન્ક કેપેસિટી 20 લીટરની છે. આ મશીનથી 16 સ્પ્રેયીંગ નોઝલની મદદ વડે 360 ડીગ્રીના વિસ્તારમાં પ્રતિ કલાક 5 કી.મી.ની ઝડપથી રસ્તા પર દવા છંટકાવ કરી શકાશે.

કંપની દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને ઉપયોગ અર્થે આપવામાં આવેલ આ મશીનના ડીઝલ તથા ઓપરેટીંગનો તમામ ખર્ચ હાલ કંપની દ્વારા ભોગવવામાં આવનાર છે. આ કંપની દ્વારા વિશ્વના 87 દેશોમાં ખેતીવિષયક મશીનરીની નિકાસ કરવામાં આવે છે. અને ભારતભરમાં તેમના 700 ડીલર્સ છે. આ કંપનીએ પ્રવર્તમાન સંજોગોમાં લોકો પ્રત્યેની પોતાની એક સામાજીક જવાબદારીના ભાગરૂપે આ મશીનો આપેલ છે. અને ભવિષ્યમાં બીજી કોઈપણ સહાયની જરૂર પડે તો પણ સહાય કરવા તત્પરતા દાખવેલ છે. આ પ્રસંગે ડે.કમિશનર કમિશનર પ્રજાપતિ, એ.કે. સિંઘ, ચેતન નંદાણી, મ્યુનિસિપલ સેક્રેટરી હરીશ રૂપારેલીઆ, ડે.હેલ્થ ઓફિસર પી.પી. રાઠોડ, પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર, ચીફ ફાયર ઓફિસર ઠેબા, આસી. કમિશનર કગથરા, ધડુક, ડાયરેક્ટર ગાર્ડન એન્ડ પાર્કસ હાપલીયા ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Response

error: Content is protected !!