રાજનીતિ

ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટમાંથી બહાર થયા બાદ ભાવુક થયો શિખર ધવન, વિડીયો પોસ્ટ કરીને કહી દિલની વાત

102views

ભારતીય ઓપનર શિખર ધવન આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માંથી બહાર થઈ ગયો છે. ધવનને અંગુઠામાં ગંભીર ઈજા થઈ હોવાને કારણે ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટમાંથી તેણે બહાર થયું પડ્યું છે. આ અંગે સોશિયલ મીડિયા પર શિખર ધવનને ભાવુક થઈને એક વીડિયો પોસ્ટ કર્યો છે.

જેમાં તેણે પોતાની મુશ્કેલ સ્થિતિમાં સાથ આપવા માટે ટીમના સાથીઓ અને પ્રશંસકોનો આભાર વ્યક્ત કરી રહ્યોં છે. સાથે કહ્યું કે, ઇજા થઈ હોવાથી તે ઠીત થઈ શકશે નહીં પણ રમત ન અટકવી જોઈએ. જો કે, હવે ધવનના સ્થાને રિષભ પંતનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ધવને ભાવુક તથા વીડિયો પોસ્ટ કરતા કહ્યું હતું કે, હવે હું ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ભાગ લઈ શકીશ નહીં. દૂર્ભાગ્યથી અંગુઠો સમય રહેતા ઠીક થઈ શકશે નહીં પણ રમત રોકાવવી જોઈએ નહીં. મારી ટીમના સાથીઓ, ક્રિકેટને પ્રેમ કરનારા અને આખા દેશમાંથી જે પ્રેમ અને સહયોગ મળ્યો તે માટે હું બધાનો આભાર માનું છું. જય હિંદ.

તેણે આગળ કહ્યું હતું કે ટીમ હાલ સારું પ્રદર્શન કરી રહી છે અને આગળ પણ આવું જ પ્રદર્શન કરશે તેવી આશા છે. આશા છે કે વર્લ્ડ કપ પણ જીતીશું. અમારા માટે પ્રાર્થના કરતા રહો. તમારી દુવાઓ અમારા માટે બહું ખાસ છે.

ભારતીય ક્રિકેટ ટીમના મેનેજર સુનીલ સુબ્રમણ્યમે ધવન વિશે જણાવ્યું હતું કે શિખર ધવનના ડાબા હાથના અંગુઠાના નીચેના ભાગમાં ફ્રેક્ચર છે. જુલાઈના મધ્ય સુધી તેના હાથ ઉપર પ્લાસ્ટર રહેશે. જેના કારણે તે આઈસીસી વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. અને તેણી જગ્યાએ રિષભ પંતનું નામ મોકલ્યું છે.

Leave a Response

error: Content is protected !!