Corona Update

ચેતી જજો તમે તો નથી ફેલાવતાને અફવા ? અફવા ફેલાવનાર 700થી વધુ સોશિયલ એકાઉન્ટ બંધ કરાયા : DGP

591views
  • ડ્રોનની મદદથી 12,243 ગુના નોંધાયા છે.
  • સીસીટીવીની મદદથી 74 શખ્સની અટકાયત કરવામાં આવી છે
  • 700થી અફવા ફેલાવનાર અકાઉન્ટ બંધ કરાયા

રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ અંગે અપડેટ આપતા રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, મોટા શહેરોમાંથી ગામડામાં જતા લોકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. શ્રમિકોને ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. શ્રમિકોને તમામ નિયમ પાળવા અને સહકાર આપવા વિનંતિ કરું છું. હજુ પણ અનેક દુકાનો ખુલી રહેતી હોવાની ફરિયાદ મળી રહી છે. લોકો સહકાર આપશે તો જ સંક્રમણ વધતું અટકશે. સોશિયલ ડિસ્ટન્સિંગને જીવનનો ભાગ બનાવવો પડશે. કોરોના સામે લડાઈ લડવાની છે. ડ્રોનની મદદથી 12,243 ગુના નોંધાયા છે. સીસીટીવીની મદદથી 74 શખ્સની અટકાયત કરવામાં આવી છે

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધીને જણાવ્યું કે, લોકડાઉન 3.0નું ચુસ્ત પાલન કરાવવા માટે સઘન કામગીરી કરવામાં આવી રહી છે. હજુ પણ પ્રતિબંધિત દુકાનો ચાલુ હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. અને આ તમામ લોકો સામે ગુનાઓ નોંધવામાં આવેલ છે. આતંરરાજ્ય જિલ્લામાં મુવમેન્ટ કાયદેસર રીતે જ થાય તેની કાળજી રાખવામાં આવી રહી છે. બસમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. પોલીસ અધિકારીઓને શ્રમિક વસાહતોની રૂબરૂ મુલાકાત લેવા માટે સુચના આપવામાં આવેલ છે.

રાજ્યમાં રેડ ઝોન અને કન્ટેઈન્મેન્ટ એરિયામાં સંક્રમણ ઘટે અને આ એરિયામાં અવરજવર ઓછી થાય તે માટે શક્ય તેટલી વધુ ફોર્સ સાથે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યના તમામ કન્ટેઈન્મેન્ટ એરિયામાં બહાર અને અંદરના ભાગે પેરામિલિટરી ફોર્સનો બંદોબસ્ત રાખી લોકોને અવરજવર કરતા અટકાવવામાં આવી રહ્યા છે. આવા એરિયામાંથી સંક્રમણ બહાર ન જાય તે માટે આવા વિસ્તારો કોર્ડન કરવામાં આવલે છે. અને પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

Leave a Response

error: Content is protected !!