રાજનીતિ

J&K: આતંકનો સફાયો, શોપિયાંમાં સુરક્ષાદળો એન્કાઉન્ટરમાં ચાર આતંકીઓને ઠાર માર્યા

99views

જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે શનિવારે અથડામણ થઈ. આ દરમિયાન ચાર આંતકી ઠાર થયા. સુરક્ષાદળોએ દક્ષિણ કાશ્મીરના દારામદોરા ક્ષેત્રમાં આતંકીઓ છુપાયાં હોવાની સુચના મળી હતી. જે બાદ જવાનોના સંયુક્ત દળે તપાસ અભિયાન શરૂ કર્યું હતું. છેલ્લાં એક સપ્તાહમાં ઘાટીમાં ચાર આતંકીઓ ઠાર થયા છે.

સેનાનું આતંકવાદીઓ સામેનું ઓપરેશન ખતમ થઈ ગયું છે. એનકાઉન્ટરના સમયે શરૂઆતમાં બે ચરમપંથીને ઠાર મરાયા હતા. પણ બાદમાં સર્ચ ઓપરેશનમાં અન્ય બે આતંકવાદીઓને ઠાર મરાયા હતા. અથડામણવાળી જગ્યાએથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કરાયો છે.

પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે આતંકીઓની હાજરીની સૂચના મળી હતી જેના આધારે સુરક્ષાદળોએ ધેરાબંધી કરી અને સર્ચ અભિયાન શરૂ કરી દીધુ. સર્ચ અભિયાન દરમિયાન છૂપાયેલા આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાબી કાર્યવાહી શરૂ થતા બે આતંકીઓનો ખાત્મો થયો.

હાલ આતંકીઓની ઓળખ નથી થઈ શકી પરંતુ વિસ્તારની ઘેરાબંદી કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. એન્કાઉન્ટર શરૂ થયા બાદ વિસ્તારમાં ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે, અગાઉ શનિવારે બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરમાં બારિયાનમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો હતો. બારામુલ્લા જિલ્લાના આ ભાગમાં આતંકીઓની હાજરી હોવાની જાણ થતા ભારતીય સેના, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ અને જમ્મુ કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમે વિસ્તારમાં સર્ચ ઓપેરશન શરૂ કર્યું હતું. આતંકીઓના ફાયરીંગમાં જવાબી કાર્યવાહી દરમિયાન એક આતંકી ઠાર થયો હતો.

Leave a Response

error: Content is protected !!