વિકાસની વાત

શુ છે ગુજરાત સરકારના નવા આયોજનો???

115views

ગુજરાત સરકારનો સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના સ્થળો માટે નવા નિર્ણયો

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 8 સ્થળોએ ખારા પાણીને શુદ્ધ બનાવવા પ્લાન્ટ્સ સ્થાપવાનું ગુજરાત સરકાર આયોજન કરી રહી છે.આ પ્લાન્ટ જાહેર-ખાનગી ભાગીદારીના ધોરણે શરૂ કરવામાં આવશે. આ પ્લાન્ટથી વપરાશકારોને માત્ર 5.7 પૈસા પ્રતિ લીટર પાણી મળશે.

માછીમારોના પરિવારજનો માટે ખાસ સહાય

પાકિસ્તાન દ્વારા અવાર નવાર ગુજરાતના માછીમારોનું અપહરણ કરવામાં આવે છે ત્યારે માછીમારોના પરિવારજનો બેસહાર બની જતા હોય છે. જેની માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત માછીમારોના પરિવારજનોને પૂરતી સહાયના પ્રયત્નો કરવામાં આવે છે.

પાકિસ્તાન દ્વારા પકડાયેલા ગુજરાતના માછીમારોના પરિવારજનોને રાજ્ય સરકાર પ્રતિ મહિને રૂ.9000ની સહાય પુરી પાડે છે. જેથી માછીમારોના પરિવારજને ગુજરાન ચલાવવામાં અગવડ ન પડે તે માટે રાજ્યનો સંવેદનશીલ પ્રયાસ છે.

મા વાત્સલ્ય યોજના

ગુજરાત સરકારે આરોગ્યલક્ષી અને સ્વાસ્થ્યલક્ષી યોજનાઓ અને નિર્ણયો લીધા છે. જેમાંથી અમુક યોજનાઓમાં સરકારે અણધારી સફળતા પણ મેળવી છે. ત્યારે મા વાત્સલ્ય યોજના હેઠળ સરકારે ગરીબ પરિવારોને ગંભીર બીમારીમાં સારવાર પુરી પાડી છે.

આ યોજનાનો લાભ કોણ લઇ શકે???

ગુજરાતના રહેવાસી હોય અને રેશનકાર્ડ ન ધરાવતા હોય એવા વૃદ્ધ, અનાથ બાળકો , વિધવા-ત્યકતા બહેનો, સાધુ-સંતો, માનસિક રોગીઓ અને નિ:સહાય લોકોને પણ આવરી લેવાશે. ગુજરાત સરકારે આ યોજના માટે રૂ.1000 કરોડની જોગવાઈ કરી છે. તેમજ સરકારી હોસ્પિટલોમાં વિના મૂલ્યે દવાઓ પુરી પાડવા રૂ.500 કરોડની જોગવાઈ કરી છે.

મુખ્યમંત્રી અમૃતમ યોજના

અમદાવાદના રાજીવભાઈની બંને કિડનીઓ 2 વર્ષ પહેલાં ફાઈલ થઈ ગઈ હતી. ડોક્ટરે તેમને નિયમિત ડાયાલીસીસ કરાવવાની સલાહ આપી હતી પરંતુ તેમની નબળી પરિસ્થિતિના કારણે તેઓ ખાનગી હોસ્પિટલમાં ઈલાજ કરવી શકે તેમ ન હતા ત્યારે ગુજરાત સરકારની મુખ્ય મંત્રી અમૃતમ યોજના હેઠળ ‘મા કાર્ડ’ મળ્યું અને અમદાવાદના રાજીવભાઈ સિવિલ હોસ્પિટલમાં વિના મૂલ્યે ડાયાલિસી કરવી રહ્યા છે.

 

Leave a Response

error: Content is protected !!