ધર્મ જ્ઞાન

શું ખરેખર?વૃદ્ધાશ્રમને લાગશે વિરામ????

159views

આજની પેઢી પોતાના માબાપને સાથે નથી રાખતી અને પરિણામે માબાપને વૃદ્ધાઆશ્રમનો સહારો લેવો પડે છે.
માબાપની આવી કરુણ દશા પર બોમ્બે હાઇકોર્ટે એક અદ્દભૂત નિર્ણય આપ્યો છે.
આ ચુકાદો એવાં લાલચુ સંતાનો કે જે માબાપની મિલકતો પોતાના નામે થાય એટલે તેને તરછોડી દેતા હોય છે એવા સંતાનોની સાન ઠેકાણે લાવી દે તેવો છે.

હવે જે સંતાનો માબાપની મિલકતો પોતાના નામે થાય પછી માબાપને હેરાન કરે તો માબાપએ મિલકતો એમની પાસેથી પરત લઈ શકે છે. એવો નિર્ણય બોમ્બે હાઇકોર્ટે સંભળાવ્યો છે.

હકીકતમાં આ એક બોમ્બેના અંધેરી વિસ્તારમાં રહેલા બુઝુર્ગ માબાપની દરખાસ્ત પર પોતાના દીકરા-વહુને આપેલી મિલકત પરત કરવા માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો તેઓના જણાવ્યા અનુસાર મિલકત દીકરા-વહુને આપ્યા બાદ તેઓ આ બુઝુર્ગને હેરાન પરેશાન કરતા હોવાથી કેસ તેઓએ કોર્ટમાં મૂકીને જજને દરખાસ્ત કરી.જેમાં આ બનાવ અંગે ગંભીરતાથી લઈ એક વિશેષ કાયદો બનવાનો પ્રસ્તાવ પણ મુક્યો છે.

આમ પણ જે માબાપ પોતાના દીકરાના ભવિષય માટે પેટે પાટા બાંધીને મહેનતથી જે મિલકતો ભેગી કરે છે.
એજ મિલકતો માટે દીકરાઓ પોતાના માબાપને વૃદ્ધાશ્રમનો માર્ગ બતાવતા થયા છે.
આજે દેશભરમાં વૃદ્ધાશ્રમની સંખ્યામાં વધારો ખૂબ ઝડપથી થઈ રહ્યો છે ત્યારે આ નિર્ણય એ જરૂર બ્રેકનું કામ કરશે.

આજના યુગમાં જેવા સાથે તેવું એ કહેવત જીવવાનો સમય આવી ગયો છે.
 હવે દરેક માબાપ એક વૃદ્ધાશ્રમની કાળી કોટડીમાં પુરાવાને બદલે એક આઝાદ અને સુખી જીવન જીવી શકશે જે તેઓનો હક્ક છે.
આ ચુકાદો એક થપ્પડ સમાન બની રહેશે જેઓ મામુલી મિલકતો માટે પોતાની જનેતાને રસ્તે રજડતા મૂકી દે છે.

સોશિયલ મીડિયા પર બોમ્બે હાઇકોર્ટે આપેલા ચુકાદાને ખુલા દિલે સ્વીકારી ખૂબ ચર્ચા સાથે વાહવાહી થઈ રહી છે.

Leave a Response

error: Content is protected !!