જાણવા જેવુ

શું થઈ શકે છે “ડિપ્રેશન”થી મૃત્યુ???

143views

આજે માનવી,

પોતાનામાં જ ગુંચવાયો છે
પોતાનામાં જ ફસાયો છે,
પોતાનામાં જ મૂંઝાયો છે.

એક સર્વે મુજબ 2020 સુધીમાં ડિપ્રેશન એક દુનિયામાં 2જા નંબરની બીમારી બની જશે.

આજે કોઈ એક નાના બાળકને કઈ પૂછો તો કહશે,હું પરેશાન છું.અરે !આટલી નાની ઉંમરે પરેશાની?હા પરંતુ વાત એકદમ સાચી જ છે.આજે નાના હોય કે મોટા આબાલ હોય કે વૃદ્ધ બધાને ડિપ્રેશનરૂપી વળગણ વળગ્યું છે.જે એકવાર વ્યક્તિમાં પ્રવેશે પછી એને ધીમે ધીમે ઉદ્યની જેમ કોરી ખાય છે.જ્યારે ડિપ્રેશનની હદ પાર થાય ત્યારે વ્યક્તિ તેમાંથી છુટકારો જરૂર મેળવે છે એ છે “મૃત્યુ” પરંતુ આ તેનો ઉપાય નથી.

પહેલાના જમાનામાં યુદ્ધ માંથી ભાગી જનારને કાયર કહેવાતું હતું.
તો આજે ફક્ત યુધ્ધનો પ્રકાર જ બદલાયો છે.જેમાં મૃત્યુ પસંદ કરનાર આજે પણ કાયર જ છે.પહેલા આટલી સુખસુવિધાઓ ન હતી છતાં લોકો સુખી કેમ હતા.
આજે જાહોજલાલી ભોગાવનાર પણ ડિપ્રેશ છે?

તમે કહેશો કે શું ચિંતા ન કરવી એ તો થાય છે. હું પણ સમજુ છું કે દરેક વાતમાં ચિંતા તો થાય જ અને કરવી પણ જોયે
પણ એટલી હદે નહીં કે એ તમારા અસ્તિત્વને જ ઓગળી નાખે.આજે નાની નાની વાતની ચિંતા તમારા દિકરો/દીકરીની ચિંતાા,કામની ચિંતા,બાજુવાળાને ત્યાં કઈ નવી વસ્તુ આવી એની પણ ચિંતા.આજે માણસ પોતાની જ હાથે પોતાના પગ પર કુહાડી મારે છે.આજે કોઈ નાની ઉંમરે લોકો રોગના ઘર બને છે તેનું મુખ્ય કારણ જ છે “ડિપ્રેશન”હજી વહેલા નહીં જાગો તો જોજો તમે પણ એનો ભોગ બની શકો છો.

આજે સોશિયલ મીડિયામાં એકટીવ રહેનારાને પોતાનાં બાજુના ઘરમાં કંઈક મદદ ની જરૂર છે એ ક્યાં ખબર જ હોય છે.આજે પોતાની દુનિયા માનવીએ જ એક ખોબામાં બંધ કરી દીધી છે.જેનું પરિણામ છે ડિપ્રેશન.
એક કપટરહિત ને પ્રામાણિક જીવનમાં ક્યારેય ડિપ્રેશન ને સ્થાન નથી હોતુ એ તમે જ અનુભવ્યું હશે.

ચલો આજે સાથે મળી ડિપ્રેશનને નાથીએ…..

  • આના માટે તમે સારા લોકોને હળો મળો
  • તમને ગમતી પ્રવૃત્તિઓ કરો
  • તમારી દરેક વાતમાં તેને જોવા નો અભિગમ બદલો.
  • નાની નાની વાતોમાં ગુસ્સે થવાનું ટાળો.
  • તમારા સગાસંબંધીઓ સાથે સમય વિતાવો.
  • જીવનમાં યોગને સ્થાન આપો.
  • અધ્યાત્મને જીવનમાં ઉમેરો.

પછી જોવો તમારા જીવનમાંથી ડિપ્રેશન નામના રોગનું કેવું પ્રેસકંટ્રોલ થઈ જશે.

જીવનમાં ડિપ્રેશન હટાવીએ ફનને વસાવીએ.

 

Leave a Response

error: Content is protected !!