રાજનીતિ

કંડલા બંદરે 650 કરોડના ખર્ચે બનશે સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટી

132views

વાદપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમલમાં મુકાયેલા સાગરમાલા પ્રોજેક્ટને સાકાર કરવા માટે કેન્દ્રીય શિપિંગ મંત્રાલય કાર્ય કરી રહ્યું છે. કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ કંડલા ખાતે પિઆઇબી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે માત્ર બંદરોનો નહીં પણ બંદર આધારિત ઉદ્યોગો સ્થાપી સંપૂર્ણ વિકાસ થાય તેવા સરકારના પ્રયત્ન છે.

  • ફર્નિચર પાર્ક વિશે સેમિનારનું આયોજન

5 ઓક્ટોબર 2019 ના રોજ કંડલામાં દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ ખાતે ફર્નિચર પાર્ક વિશે એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં દેશમાંથી ટિમ્બર ઉદ્યોગો સાથે જોડાયેલા આશરે ૨૫૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ સેમિનારમાં સંબોધન કરતાં શિપિંગ મંત્રી મનસુખ માંડવિયા એ દેશભરના ટિમ્બર ઉદ્યોગના અગ્રણી વેપારીઓની કેન્દ્ર સરકાર વતી સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “કંડલા બંદરની કંડલા લગોલગ વિકસાવવામાં આવનાર સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટીમાં ફર્નિચર પાર્ક ઉપરાંત ખાદ્યતેલ, એન્જિનિયરિંગ અને ફેબ્રીકેશન ઉપરાંત મીઠાના ઉદ્યોગો તૈયાર થશે.

  • ફર્નિચર પાર્કની ડિઝાઇન માટે ગ્લોબલ ટેન્ડરો

હાલના તબક્કે ઈમામી ગ્રુપ દ્વારા ખાદ્યતેલનું એકમ શરૂ કરવાની કામગીરી થઇ રહી છે. ઉદ્યોગકરો માટે SIPCમાં અન્ય માળખાગત સુવિધાઓનો ડિસેલિનેશન પ્લાન્ટ દ્વારા દરિયાનું પાણી મીઠું કરવાનું તથા રેલવે નેટવર્ક પણ અહીં સુધી લંબાવવામાં આવશે. દિનદયાલ પોર્ટ કંડલા દ્વારા આ ફર્નિચર પાર્કની ડિઝાઇન માટે પણ ગ્લોબલ ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા. જેનું સંપૂર્ણ પ્લાનિંગ પણ આયોજન બદ્ધ રીતે થઇ રહ્યું છે .

  • ૮૫૦ એકર જમીનમાં ફર્નિચર પાર્ક

કંડલા પોર્ટની બાજુમાં ૮૫૦ એકર જમીનમાં ફર્નિચર પાર્ક બનાવવામાં આવશે. આ અંગે દીનદયાલ પોર્ટના ચેરમેન એસ.કે.મહેતાએ પિઆઇબી સાથે વાત કરતાં માહિતી આપી હતી કે ત્રણ તબક્કામાં આ ફર્નિચર પાર્કનું કામ હાથ ધરાયું છે. જે પૈકી પ્રથમ તબક્કામાં જમીન લેવલીંગનું કામ પૂરું થઇ ગયું છે અહીં એકમ સ્થાપવા માટે જેમ-જેમ માંગ આવતી જશે તેમ કામ આગળ વધતું જશે. આવનારા બે ત્રણ વર્ષમાં ફનીચર પાર્કમાં એકમો કાર્યરત થઈ જાય એ રીતે આગળ વધશે. અહીં ફર્નિચર પાર્ક વિકસશે તો મેક ઇન ઇન્ડિયાનો દુનિયાભરમાં ડંકા વાગશે.

Leave a Response

error: Content is protected !!