વિકાસની વાત

પાકિસ્તાનની આર્મી હોસ્પિટલમાં બ્લાસ્ટ, જૈશનો આતંકી મસૂદ અઝહર ICUમાં દાખલ?

91views

પાકિસ્તાનના રાવલપિંડીમાં સેનાની હોસ્પિટલમાં મોટો વિસ્ફોટ થયો છે તેમાં 10 થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા હતા. પરંતુ અત્યારે સૌથી મોટા સમાચાર એ છે કે પાકિસ્તાનમાં એક્ટિવ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહર પણ આ બ્લાસ્ટમાં ઘાયલ થયો છે. સોશિયલ મીડિયા પર દાવો કરાઇ રહ્યો છે કે આ હોસ્પિટલ બ્લાસ્ટમાં મસૂદ અઝહર ઘાયલ છે તો કોઇ મરી ગયાનું કહી રહ્યા છે. બીજીબાજુ સેના એ મીડિયાને આ ઘટનાનું કવરેજ કરતાં રોકી દીધા છે. વિસ્ફોટનું કારણ હજુ સુધી ખબર પડી નથી પરંતુ પાકિસ્તાની ટ્વિટર યુઝર્સે આ ઘટના અંગેની માહિતી આપી છે.

કહેવાય છે કે બીમાર આતંકી મસૂદ અઝહરની આ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જો કે આ અમે કોઇ પુષ્ટિ કરતા નથી. ક્વેટાના એક માનવાધિકાર કાર્યકર્તા અહસાન ઉલ્લાહ મિયાખેલ એ કહ્યું કે સેના એ મીડિયાને આ વિસ્ફોટનું કવરેજ કરતા રોકી દીધા છે. તેમણે એ પણ દાવો કર્યો છે કે યુએન દ્વારા બ્લેકલિસ્ટ કરાયે આતંકવાદી મસૂદ અઝહરને પણ અહીં દાખલ કરાયો છે. આ બ્લાસ્ટને લઇ હજુ સુધી કોઇ સત્તાવાર નિવેદન રજૂ કરાયું નથી.

હોસ્પિટલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં ઘાયલ અને મૃતકોની પુષ્ટિની સંખ્યાનો સત્તાવાર ખુલાસો કરાયો નથી. પરંતુ સૂત્રોએ કહ્યું કે કમ સે કમ 16 લોકોને ગંભીર સ્થિતિમાં આઇસીયુમાં દાખલ કરાયાની વાત કહેવાય છે. મસૂદ અઝહર પણ આઇસીયુમાં દાખલ છે.

અહેસાન ઉલ્લાહેએ ટ્વિટમાં લખ્યું છે કે, “પાકિસ્તાનના રાવલપિંડીમાં મિલિટ્રી હોસ્પિટલમાં જોરદાર બ્લાસ્ટ થયો છે. 10 લોકોને ઈમર્જન્સી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જૈશ-એ-મોહમ્મદનો ચીફ મૌલાના મસૂદ અઝહર પણ અહીં દાખલ હતો. આર્મી દ્વારા મીડિયાને બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. મીડિયાને આ સ્ટોરી કવર ના કરવા સખત મનાઈ ફરમાવી છે.”

Leave a Response

error: Content is protected !!