રાજનીતિ

સુર્યગ્રહણને કારણે સોમનાથ મંદિર દર્શનના સમયમાં ફેરફાર જાણો નવો સમય

384views

સૂર્યગ્રહણને કારણે ગુજરાતના મંદિરોના સમયમાં ફેરફાર કરાતો હોય છે, જેમાં ગુજરાતના પ્રસિદ્ધ મંદિરોના દર્શન અને આરતીના સમય બદલાતા હોય છે. ત્યારે સોમનાથ મંદિરને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આગામી 20, 21 જૂને કંકણાકૃતી સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું છે ત્યારે સોમનાથ મંદિર ટ્રસ્ટ હેઠળનાં તમામ મંદિરોનાં નિત્યપૂજન, આરતી તથા દર્શનનાં સમયમાં ફેરફાર કરાયો છે.

  • ગ્રહણ દરમિયાન પૂજા, આરતી-દર્શન બંધ રહેશે. 
  • સૂર્યગ્રહણનો પ્રાર઼ંભ 20 જૂનના રાત્રે 10.12 વાગ્યે થશે
  • ગ્રહણનો મો ક્ષ બીજે દિવસે 21 જૂનના 1.23 વાગ્યે થવાનો છે. આ દરમિયાન સોમનાથ મંદિર ટ્રસ્ટ હસ્તકનાં મંદિરોમાં પૂજા તેમ જ દર્શનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
  • દરમિયાન મંદિરોમાં દર્શન બંધ રહેશે.
  • સોમનાથમાં 21 જૂનના રોજ દર્શનનો સમય સવારે 6થી બપોરે 1 તેમ જ બપોર બાદ 2.30થી 6.30 સુધીનો રહેશે તેમ સોમનાથ ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Leave a Response

error: Content is protected !!