રાજનીતિ

સોલાર પંપથી ધરતીપુત્ર થયા રાજી… વીજ બિલમાંથી મળ્યો કાયમી છુટકારો

193views

ગીરમાં ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની સોલાર પંપ સિંચાઇ યોજના 

ખેડુતોને સોલાર પંપ આવતા વીજ બિલમાંથી કાયમી છુટકારો મળ્યો છે. ગીરના ખેડુત દિલીપભાઈ ગોવાળિયા તેનું તાજુ ઉદાહરણ છે. ખેડૂતો માટેની સોલાર પંપ યોજનામાં જેણે લાભ લીધો છે તેવા મેંદરડા સાત વડલા વિસ્તારના લાભાર્થી ખેડૂત શ્રી દિલીપભાઈ ગોવાળિયાએ જણાવ્યું કે અગાઉ તે તેના ખેતરમાં પૂરેપૂરી સિંચાઈ કરી શકતા ન હતા પરંતુ સરકારશ્રીની યોજના અંતર્ગત પીજીવીસીએલ ના માર્ગદર્શન હેઠળ માત્ર રૂપિયા 25000 ભરીને મે પાંચ હોર્સ પાવર સોલાર પંપ કનેક્શન મેળવતા આજે મને તેના સારા પરિણામો મળ્યા છે. આ સોલાર પંપ ને લીધે તેની દસથી બાર વિઘા જમીનમાં પિયત વિસ્તાર વધ્યો છે. વીજ બીલ માંથી કાયમી છુટકારો મળ્યો છે.

ગીર અને આસપાસના ગામડાઓમાં તેમજ જિલ્લામાં સ્કાય યોજનામાં જોડાવા ખેડૂતોમાં જાગૃતિ અભિયાન ચલાવતું પીજીવીસીએલ 

રાજ્ય સરકારે ખેડૂતોને માંગણી મુજબના વીજ કનેક્શન આપી દેવા ઝુંબેશ હાથ ધરી છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોની સમૃદ્ધિ માટે જિલ્લા તંત્ર, ગેડા, અને પીજીવીસીએલ ના સંકલન હેઠળ ખેડૂતોને ફેબ્રુઆરી ૨૦૧૯ સુધીની સ્થિતિના વીજ કનેક્શન ના કોટેશન આપી દેવામાં આવ્યા છે . ગીર વિસ્તારના ખેડૂતોને પણ સિંચાઈનો લાભ મળે અને વીજ કનેક્શન ના અભાવે તેમને પણ કોઈ મુશ્કેલી ન પડે તે માટે ગીર ના ખેડૂતો માટે સોલાર પંપ યોજના આશીર્વાદ સમાન બની છે.

પીજીવીસીએલની યોજના અંતર્ગત પાંચ વર્ષની મેન્ટેન્સ ગેરંટી પણ હોવાથી કોઈ મુશ્કેલી થાય કે તરત જ કંપની દ્વારા રીપેર કરી આપવામાં આવે છે. રાત્રે વન્યપ્રાણીઓની અવર-જવર હોય તો ખેતી કરવામાં મુશ્કેલી આવતી પરંતુ સોલાર પંપ આવ્યા પછી દિવસે સિંચાઈ થઈ શકે છે . ૧૩ થી ૧૫ મિનિટમાં પાંચ હજાર લિટર પાણી બહાર નીકળે છે . રાત્રે ખેતરે કામ કરવું પડતું ન હોવાથી ને દિવસે સિંચાઈ થઈ શકતી હોવાથી પરિવાર સાથે આનંદથી રહી શકીએ છીએ. તેઓએ તાજેતરમાં શરૂ થયેલી સૂર્ય શક્તિ કિસાન યોજના સ્કાય યોજનામાં પણ ખેડૂતોને જોડાવા અપીલ કરી હતી. જુનાગઢ ગ્રામ્ય વિસ્તારના પી.જી.વી.સી.એલ.ના કાર્યપાલક ઇજનેરશ્રી પી.પી. વોરાએ જણાવ્યું હતું કે સ્કાય યોજનામાં ખેડૂતો વધુ જોડાય તે માટે અમે અભિયાન ચલાવી રહ્યા છીએ. મેંદરડા અને આસપાસના ગીર વિસ્તાર કે જ્યાં રેવન્યુ વિસ્તારમાં ખેતરો આવેલા છે તે ખેડૂતોના ખેતરો આ યોજનામાં આવરી લેવાય તે માટે તેના લાભ અમે જણાવી રહ્યા છીએ. મેંદરડા નજીક બે ફીડર સ્કાય યોજના અંતર્ગત શરૂ થવામાં છે.અમે આ વિસ્તારમાં રાજ્ય સરકારની તત્કાલ વીજ જોડાણ આપી દેવાની સૂચના અંતર્ગત ફેબ્રુઆરી ૨૦૧૯ સુધીના કોટેશન પણ આપી દીધા છે. ખેડૂતોની આવક બમણી કરવાનો રાજ્ય અને કેન્દ્ર સરકારનો નિર્ધાર છે ત્યારે પીજીવીસીએલની આ ખેડૂત લક્ષી યોજના સાકાર થયે એ વધુ સારા પરિણામો મળશે તે નિશ્ચિત છે .ખેડૂતો પણ આ યોજનામાં જોડાવા ઉત્સુક છે.

Leave a Response

error: Content is protected !!