રાજનીતિ

ગર્ભવતી હાથણીને ફટાકડાવાળું અનાનસ ખવડાવી દીધુ, માનવતા હાય..હાય..!

1.76Kviews

કેરળથી એક અમાનવી ઘટના સામે આવી છે. જ્યાં અમુક તોફાની તત્વોએ સગર્ભા હાથણીને ફટાકડાથી ભરેલું અનાનસ(Pineapple) ખવડાવવું. જેના કારણે હાથણીનું મોઢું ફાટી ગયું અને હાથણીના ગર્ભમાં બાળક સહિત તેનું મોત થયું. આ દર્દનાક ઘટનાની એક તસવીર વન વિભાગના એક અધિકારીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જે ગણતરીના સમયમાં જ જબરદસ્ત રીતે વાયરલ થઈ અને લોકોનો રોષ ફાટી નીકળ્યો.

  • પલક્કડ જીલ્લામાં 27 મેના હાથણીનું મૃત્યુ થયું હતું
  • ફોરેસ્ટ ઓફિસર મોહન ક્રિશ્નને ફેસબુક પર આ હાથણી માટે મલયાલમ ભાષામાં ભાવુક પોસ્ટ લખી
  • હાથણી 18થી 20 મહિના પછી મદનિયાંને જન્મ આપવાની હતી
  • ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જંગલમાં પૂરા સન્માન સાથે તેના અંતિમ સંસ્કાર કર્યાં

ગર્ભવતી હાથણીને નદીમાંથી રેસ્ક્યૂ કરવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે અન્ય બે હાથી સુરેન્દ્રન અને નીલકંઠનની મદદ લીધી હતી પણ કોઈ ફાયદો ના થયો. 27 મેના રોજ નદીમાં જ તેણે દુનિયાને અલવિદા કહી દીધું. ત્યારબાદ આ હાથણીને ટ્રકમાં જંગલમાં લઇ જવામાં આવી અને જ્યાં તે મોટી થઇ હતી ત્યાં તેના અંતિમ સંસ્કાર કર્યાં. પોસ્ટમોર્ટમમાં ડોક્ટરને હાથણીના પેટમાંથી નાનકડું મદનિયું પણ મળ્યું હતું જે આ દુનિયામાં આવી ના શક્યું. 

Leave a Response

error: Content is protected !!