રાજનીતિ

વ્હોટ્સએપ જાસૂસી મામલે સોનિયા ગાંધીએ કરી ટીકા

99views

સોશિયલ મીડિયા કંપની વ્હોટ્સએપે જણાવ્યું કે, ઇઝરાયલી સોફ્ટવેર પેગાસસથી ભારતીય માનવાધિકાર કાર્યકર્તાઓ અને પત્રકારોને સ્પાઇવેયર દ્વારા ટારગેટ કરી તેમની જાસૂસી કરવામાં આવી. ગુરુવારે જ્યારે આ મામલનો ખુલાસો થયો ત્યારે વિપક્ષે ફરી મોદી સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. પરંતુ ગૃહ મંત્રાલયે કહ્યું છે કે આ માત્ર સરકારને બદનામ કરવા માટે કરાઇ રહ્યું છે.

સોનિયા ગાંધીએ પાર્ટી નેતાઓની બેઠકમાં કહ્યું કે, મોદી સરકારે ઇઝરાયલથી જે પેગાસસ સોફ્ટવેયર હાંસલ કર્યું છે તેથી એક્ટિવિસ્ટ, પત્રકાર અને રાજનૈતિક વ્યક્તિઓની જાસૂસી કરવામાં આવી અને તેમના પર નજર રાખવામાં આવી. આ કામ ન માત્ર ગેરબંધારણીય છે, પરંતુ શરમજનક પણ છે.

  • જે પી નડ્ડાએ સોનિયા ગાંધીના આરોપો પર જવાબ

બીજેપીના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડાએ સોનિયા ગાંધીના આરોપો પર જવાબ આપતા કહ્યું કે, સરકાર આ મુદ્દા પર પોતાની સ્પષ્ટતા કરી ચુકી છે. પરંતુ સોનિયા ગાંધીએ એ બતાવવુ જોઇએ કે જ્યારે દેશમાં યૂપીની સરકાર હતી તો 10 જનપથથી કોઇના કહેવા પર પ્રણવ મુખર્જીની જાસૂસી કરાઇ હતી. આ ઉપરાંત તત્કાલિન આર્મી ચીફ વીકે સિંહની જાસૂસી પાછળ કોનો હાથ હતો.?

Leave a Response

error: Content is protected !!