વિકાસની વાત

કોંગ્રેસની હિન્દી વિરોધી માનસિકતા, કેરળના કોંગ્રેસ સાંસદે હિન્દીમાં શપથ લેતા સોનિયા ગાંધીએ ખખડાવ્યા

86views

હિન્દૂ અને હિન્દી વિરોધી માનસિકતાને કારણે કોંગ્રેસની આટલી ખરાબ હાલત થવા છતાં કોંગ્રેસે આ માનસિકતા મૂકી નથી. અને આનું તાજું ઉદાહરણ કોંગ્રેસ ચેરપર્સન સોનિયા ગાંધીએ આપ્યું. 17 મી લોકસભામાં ચૂંટાયેલા નવા સાંસદોએ 17-18 જૂને લોકસભામાં સાંસદપદના શપથ લીધા. આ દરમિયાન કેરળના સાંસદ કોડીકુન્નીલ સુરેશે હિન્દીમાં શપથ લઇ સદનમાં સૌને ચોંકાવી દીધા. સુરેશે હિન્દીમાં શપથ લીધા જેને લોકસભામાં સૌએ વધાવ્યા, પણ સોનિયા ગાંધીને આ ન ગમ્યું. તેમણે સુરેશને બોલાવી હિન્દીમાં શપથ લેવા બદલ ખુબ ખખડાવ્યા.

કોણ છે કોડીકુન્નીલ સુરેશ ?

કોડીકુન્નીલ સુરેશ કેરળના માવેલીકારા લોકસભા બેઠક પરથી સાંસદ બન્યા છે. રાષ્ટ્રપતિ દ્વારા ભાજપના ડો.વીરેન્દ્રકુમારને પ્રોટેમ સ્પીકર બનાવ્યા બાદ પ્રોટેમ સ્પીકરની સાથે શપથવિધિ દરમિયાનની પ્રોટેમ સ્પીકર સાથેની કમિટીમાં ત્રણ સાંસદોની નિયુક્તિ કરી હતી જેમાંના એક કોડીકુન્નીલ સુરેશ હતાં.


કોડીકુન્નીલ સુરેશે હિન્દીમાં શપથ લઇ સૌને ચોંકાવ્યા

લોકસભામાં વડાપ્રધાન મોદી બાદ કોડીકુન્નીલ સુરેશ શપથ લેનારા બીજા સાંસદ હતા. વડાપ્રધાન મોદી હિન્દીમાં શપથ લે એ સ્વાભાવિક છે. પણ દક્ષિણ ભારત કે જ્યાં આજે પણ હિન્દી વિરોધી માનસિકતા જોવા મળે છે ત્યાંથી આવતા કોંગ્રેસ સાંસદ કોડીકુન્નીલ સુરેશે હિન્દીમાં શપથ લઇ સદનમાં હાજર સૌને ચોંકાવી દીધા. સુરેશે હિન્દીમાં શપથ લીધા એનાં માટે લોકસભામાં પક્ષ-વિપક્ષ સૌ કોઈએ તેમને વધાવી લીધા. પણ ત્યારે લોકસભા સદનમાં એક એવી વ્યક્તિ હાજર હતી જેને આ ન ગમ્યું. તે વ્યક્તિ બીજી કોઈ નહી, પણ કોંગ્રેસ ચેરપર્સન સોનિયા ગાંધી હતાં.

સોનિયા ગાંધીએ કોડીકુન્નીલ સુરેશને બોલાવી ખખડાવ્યા

કેરળના કોડીકુન્નીલ સુરેશે  હિન્દીમાં સાંસદપદના શપથ લીધા ત્યારે સદનમાં સૌ કોઈએ તેમને વધાવ્યાં અને તેમની પ્રસંશા કરી, પણ સોનિયા ગાંધીને અ ન ગમ્યું અને કોંગ્રેસની હિન્દી   વિરોધી માનસિકતા છતી થઇ. તેમણે કોડીકુન્નીલ સુરેશને બોલાવીને હિન્દીમાં શપથ લેવા બદલ ખખડાવ્યા અને પૂછ્યું શા માટે તેમણે માતૃભાષા મલયાલમમાં શપથ ન લીધા.

Leave a Response

error: Content is protected !!