રાજનીતિ

ક્રિકેટ રસિયાઓ માટે આનંદો.. આ વર્ષે રમાશે IPL, આ મહિનાથી શરૂ થશે વાંચો કેવા હશે નિયમ

2.08Kviews

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને જલ્દી કરાવવાના સંકેત આપ્યા છે. તેણે ગુરુવારે કહ્યું કે, IPL માટે બધા સંભવિત વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી રહી છે. દર્શકો વગર પણ ટૂર્નામેન્ટ થઈ શકે છે. 

આ વર્ષે 29 માર્ચે શરૂ થનાર IPLને BCCIએ કોરોનાવાયરસના કારણે અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં થનાર T-20 વર્લ્ડ કપ પણ સ્થગિત થઈ શકે છે. તેવામાં તેની જગ્યાએ ઓક્ટોબર-નવેમ્બરમાં IPL થઈ શકે છે. 

  • દર્શકો મેદાનમાં નહિ હોય
  • ટીવી અને મોબાઈલ માધ્યમે મેચ જોવાનો રહેશે

ઘણા ખેલાડીઓ IPL રમવા માગે છે
BCCI અધ્યક્ષે કહ્યું કે, તાજેતરમાં જ ઘણા ભારતીય અને વિદેશી ખેલાડીઓએ IPLમાં રમવા માટેની ઇચ્છા વ્યક્ત કરી છે. ચાહકો, ફ્રેન્ચાઇઝ, ખેલાડીઓ, બ્રોડકાસ્ટર્સ, સ્પોન્સર્સ અને તમામ સ્ટેકહોલર્ડ આ વર્ષે IPL થવાની અપેક્ષા રાખે છે. BCCI ટૂંક સમયમાં IPLના ભવિષ્ય અંગે નિર્ણય લેશે. 

BCCI ગાઈડલાઇન્સ તૈયાર કરી રહ્યું છે
ગાંગુલીએ તમામ સંબંધિત સંસ્થાઓને લખેલા પત્રમાં કહ્યું છે કે, “BCCI તમામ રાજ્ય ક્રિકેટ એસોસિયેશન માટે કોવિડ -19 સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર (SOP) એટલે ગાઈડલાઇન્સ તૈયાર કરવા પર કામ કરી રહ્યું છે. આ ગાઈડલાઇન્સ દ્વારા તમામ એસોસિએશનો પોતપોતાના ક્ષેત્રમાં ક્રિકેટ શરૂ કરી શકશે. તેણે કહ્યું કે BCCIનો પ્રયાસ આગામી બે મહિનામાં ઘરેલૂ ક્રિકેટ અને ટ્રેનિંગ શરૂ કરવાનો છે.

Leave a Response

error: Content is protected !!