રાજનીતિ

અંતરિક્ષ જગતમાં ભારતનો ડંકો, ૨૦૨૨માં લોન્ચ થશે ગગનયાન, ભારત અંતરિક્ષમાં બનાવશે સ્પેસ સ્ટેશન

127views

વિશ્વનાં અંતરિક્ષ જગતમાં ભારતની પકડ મજબૂત બનતી જાય છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન – ISRO નાં વૈજ્ઞાનિકો એક પછી એક સફળતાના શિખરો સર કરતા જાય છે ઉપરાંત વિશ્વના અન્ય દેશો પણ પોતાના ઉપગ્રહનાં પ્રક્ષેપણ માટે અને અંતરિક્ષ અભિયાન માટે ISRO ની મદદ લઇ રહ્યાં છે. ચંદ્રયાન-૧ ની સફળતા બાદ ISRO નાં અધ્યક્ષ ડો. કે સિવને હાલમાં જ ચંદ્રયાન-૨ નાં પ્રક્ષેપણની જાહેરાત કરી છે. ત્યારે આજે ફરી વાર ISRO નાં અધ્યક્ષ ડો.કે સિવન અને અંતરિક્ષ વિભાગનાં રાજ્યમંત્રી ડો.જીતેન્દ્રસિંહે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી મિશન ગગનયાનનાં પ્રક્ષેપણ સાથે અંતરિક્ષમાં ભારતના સ્પેસ સ્ટેશનની માહિતી આપી હતી.

ગગનયાન-ભારતનું પ્રથમ માનવ અંતરિક્ષ અભિયાન


ગગનયાન ભારત સરકારનું પ્રથમ માનવ અંતરિક્ષ અભિયાન છે જેની જાહેરાત વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટ 2018 નાં રોજ પોતાના ઉદબોધનમાં કરી હતી. વડાપ્રધાન મોદી દ્વારા ગગનયાનની જાહેરાત બાદ કેન્દ્રીય કેબિનેટે મિશન ગગનયાન માટે રૂ.૧૦ હજાર કરોડની ફાળવણીને મંજૂરી આપી દીધી હતી. ગગનયાન મિશન અંતર્ગત ISRO અંતરિક્ષમાં ભારતનાં ત્રણ વૈજ્ઞાનિકો મોકલશે, જે સાત દિવસ સુદી અંતરિક્ષમાં રહેશે.

અંતરિક્ષમાં માનવ મોલનાર ભારત ચોથો દેશ બનશે
મિશન ગગનયાનની સફળતાથી ભારત અંતરિક્ષમાં માનવ મોકલનાર વિશ્વનો ચોથો દેશ બનશે. આ પહેલાં અમેરિકા, રશિયા અને ચીને અંતરિક્ષમાં માનવ મોકલવાના અભિયાન પાર પાડ્યા છે.

૨૦૨૨ માં પ્રક્ષેપણ થશે ગગનયાન


વિભાગનાં રાજ્યમંત્રી ડો.જીતેન્દ્રસિંહ અને ISRO નાં અધ્યક્ષ ડો.કે સિવને ગગનયાન વિષે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી મિશન ગગનયાનનાં પ્રક્ષેપણ વિષે માહિતી આપતાં કહ્યું કે દેશની આઝાદીનાં ૭૫ માં વર્ષે ૨૦૨૨માં ગગનયાનને અંતરિક્ષમાં મોકલવામાં આવશે. ISRO પોતાના શક્તિશાળી રોકેટ PSLV MARC-3 દ્વારા ગગનયાન સાથે ભારતના ત્રણ વૈજ્ઞાનિકોને અંતરિક્ષમાં લઇ જશે. ગગનયાન સાથે અંતરિક્ષમાં માનવ મોકલ્યા પહેલાં ISRO અંતરિક્ષમાં બે વાર ગગનયાનને માનવરહિત મોકલશે.

મિશન ગગનયાન સંપૂર્ણ સ્વદેશી અભિયાન
મિશન ગગનયાન પાછળ ભારત સરકારે રૂ.૧૦ હજાર કરોડ ફાળવ્યા છે. મિશન ગગનયાનની સૌથી મોટી વિશેષતા એ છે કે આ અભિયાન સંપૂર્ણ સ્વદેશી છે. ગગનયાનનાં સૌથી મોટા ઉપકરણોથી લઈને નાનામાં નાનો બોલ્ટ અને નટ ભારતમાં જ બન્યા છે. મોદી સરકારનાં મેક ઇન ઇન્ડિયા અભિયાનમાં આ સૌથી મોટી ઉપલબ્ધી છે. ભારતે અંતરિક્ષમાં માનવ મોકલવાનું પહેલું અભિયાન 1984 માં સોવિયેત સંઘનાં ઇન્ટર કોસમોસ કાર્યક્રમ અંતર્ગત ભારતીય વાયુસેનાનાં પૂર્વ અધિકારી સ્કવોર્ડન લીડર રાકેશ શર્માને અંતરિક્ષમાં મોકલ્યા હતાં. પણ આ અભિયાન ભારતનું સ્વદેશી નહી પણ સોવિયેત સંઘ સાથેનું અભિયાન હતું. પણ ગગનયાન મિશન ભારતનું સંપૂર્ણ સ્વદેશી અભિયાન છે.

અંતરિક્ષમાં પોતાનું સ્પેસ સ્ટેશન બનાવશે ભારત

ISRO અને ભારતનાં અંતરિક્ષ વિભાગની સંયુક્ત પત્રકાર પરિષદમાં ISRO નાં અધ્યક્ષ ડો.કે સિવને એક મહત્વની જાહેરાત કરી. તેમણે કહ્યું કે મિશન ગગનયાનનાં વિસ્તરણમાં ભારત અંતરિક્ષમાં પોતાનું સ્પેશ સ્ટેશન બનાવવાની તૈયારીમાં છે. અંતરિક્ષમાં પોતાનું સ્પેસ સ્ટેશન બનાવ્યા બાદ ભારતે ISRO નાં વિવિધ અંતરિક્ષ અભિયાનો માટે વિદેશી અંતરિક્ષ સંસ્થાઓનાં સ્પેસ સ્ટેશન પર આધાર રાખવો નહી પડે.

Leave a Response

error: Content is protected !!