જાણવા જેવુરાજનીતિ

જાણો: સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મોદી માટે બનાવવામાં આવશે ખાસ બુલેટ પ્રૂફ ટેન્ટ

124views

વિશ્વની ખ્યાતનામ 181 મીટરની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને એક વર્ષ પૂર્ણ થવા આવશે. ત્યારે તેની પ્રથમ વર્ષગાંઠમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ છે.

31 ઓક્ટોમ્બરે મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું તેને એક વર્ષ પૂર્ણ થવા આવશે. પ્રથમ વર્ષગાંઠ નિમિતે મોદી આવવાના હોવાથી તેમના માટે બુલેટ પ્રૂફ ટેન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ત્રણેય ઋતુને ધ્યાનમાં રાખીને નવું ટેન્ટ સિટી તૈયાર કરવામાં આવી રહ્યું છે. તો વધુ પ્રવાસીઓને આકર્ષવા અન્ય 30 જેટલા પ્રોજેક્ટો પણ બની રહ્યાં છે. જેનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરાશે તેમ માનવામાં આવી રહ્યું છે. પીએમ મોદીની મુલાકાતને લઈને હાલ ટેન્ટ સિટીનું પણ નવીનીકરણ થઈ રહ્યું છે.

ટેન્ટ સિટીમાં શું છે ખાસ

ટેન્ટ સિટીના અધિકારીના જણાવ્યાં મુજબ નવા 250 ટેન્ટ બની રહ્યાં છે.
જેમાં 42 પ્રીમિયમ, 13 સુપર ડીલક્ષ, 2 દરબારી અને 1 મીની દરબારી ટેન્ટ તૈયાર કરવામાં આવી રહ્યાં છે.
આ તમામમાં બે દરબારી ટેન્ટ ખાસ કરીને પીએમ મોદી માટે બનાવામાં આવી રહ્યા છે. જે બુલેટ પ્રુફ હશે.
આ ટેન્ટની ખાસિયત એ છે કે એમાં કોઈ પણ જાતના હથિયારોની અસર નહિ થાય. એમાં એક ડાઇનિંગ હોલ, એક લિવિંગ એરિયા હશે.
એ બન્ને ટેન્ટ બનાવવાની સાધન સામગ્રી અમે ખાસ જોધપુરથી મંગાવી છે.

Leave a Response

error: Content is protected !!