રાજનીતિ

અમદાવાદીઓને મળશે છ મહિનામાં 25 કરોડનું નવુ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, કેવી કેવી હશે સુવિધાઓ વાંચો

394views

અમદાવાદીઓની સુવિધાઓમાં વધારો થવા જઈ રહ્યો છે. હવે ફિટ રહેવા માટે અમદાવાદના હાર્ટ કહેવાતા રિવરફ્રંટ ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યુ છે.

  • પાલડી એનઆઈડી પાછળ રિવરફ્રન્ટ પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
  • 25.66 કરોડના ખર્ચે 45 હજાર ચોરસ મીટરની જગ્યામાં બની રહેલું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આગામી 6 મહિનામાં તૈયાર થઈ જશે.
  • આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 4  ક્રિકેટ પ્રેક્ટિસ પિચ, ટેનિસ કોર્ટ, જિમ, 800 મીટરનો જોગિંગ ટ્રેક, પાર્કિંગ સ્પેસ સહિત સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.
  • એટલું જ નહીં પણ ગુજરાતમાં પ્રથમ વખત કહી શકાય તે રીતે અહીં સ્કેટિંગ બોર્ડની પણ વિશેષ રિંગ બનાવવામાં આવશે.
  • જ્યાં સ્કેટિંગ બોર્ડ પર યુવાનો પોતાના કરતબો કરી શકશે.

શાહપુરમાં પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે
રિવરફ્રન્ટમાં પૂર્વ તરફ શાહપુર વિસ્તારમાં પણ અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે. જેમાં અનેક પ્રકારની સુવિધાઓ હશે. શહેરમાં હાલના તમામ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કરતાં અલાયદુ અને તમામ પ્રકારની સ્પોર્ટ્સ એક્ટિવિટી હશે.

Leave a Response

error: Content is protected !!