વિકાસની વાત

ધોરણ 10નું પરિણામ…સૌથી વધુ સુરત જિલ્લાનું પરિણામ તો ગીર સોમનાથ જિલ્લાનું સુપાસી કેન્દ્ર 95.56 ટકા સાથે પ્રથમ..

201views

ધો.10ના 11.59 લાખ વિદ્યાર્થીઓનું 66.97 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ સુરત જિલ્લો પ્રથમ ક્રમે આવ્યો છે. સુરત જિલ્લાનું બોર્ડનું પરિણામ 79.63 ટકા છે. જ્યારે સૌથી ઓછું પરિણામ 46.38 ટકા છોટાઉદેપુરનું છે. છોકરાઓની સમકક્ષમાં છોકરીઓએ ફરી બાજી મારી છે. છોકરીઓનું પરિણામ 10 ટકા ઉંચુ છે.  છોકરીઓનું પરિણામ 72.64 ટકા આવ્યું છે, જ્યારે છોકરાઓનું પરિણામ 62.83 ટકા છે.

કેન્દ્ર પ્રમાણે વાત કરીએ તો સૌથી વધુ 95.56 ટકા ધરાવતુ કેન્દ્ર ગીર સોમનાથનું કપાસી છે જ્યારે સૌથી ઓછુ પણ ગીર સોમનાથના તડ કેન્દ્રનું જ છે.જે 17 ટકા જેટલુ છે.

સુરત પછી બીજો ક્રમ મોરબી અને પછી રાજકોટનો છે. ટોપ ટેન જિલ્લાના પરિણામોની યાદી આ પ્રમાણે છે.

 

ક્રમ જિલ્લો પરિણામ
1 સુરત 79.63%
2 મોરબી 74.09%
3 રાજકોટ 73.92%
4 અમદવાદ શહેર 72.45%
5 ગાંધીનગર 71.98%
6 જુનાગઢ 70.81%
7 જામનગર 70.61%
8 દેવભુમિ દ્વારકા 70.32%
9 ગીર સોમનાથ 70.28%
10 અમદાવાદ ગ્રામ્ય 70.24%

 

error: Content is protected !!