વિકાસની વાત

સ્ટર્લિંગ હોસ્પિટલ આયૂષ્માન યોજનામાંથી સસ્પેન્ડ

86views

સરકારની આરોગ્યલક્ષી યોજના આયૂષ્માન ભારતમાં ગેરરીતિ આચરવા બદલ રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે.આયૂષ્માન કાર્ડ બતાવતા જ કાર્ડધારકનો હોસ્પિટલનો તમામ ખર્ચ સરકાર ચુકવે છે. પણ, રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલને બે હાથમાં લડવા રાખવા હોય તેમ આયૂષ્માન કાર્ડધારક પાસેથી અને સરકાર બન્ને પાસેથી પૈસા લેતી હતી. આ અંગે દિલ્હી સુધી ફરીયાદ જતા સ્ટર્લિંગ હોસ્પિટલને ચેતવણી આપવામા આવી હતી. છતાં કોઈ ફરક ન પડતાં એક મેલ મારફત હોસ્પિટલને જયાં સુધી દર્દીઓના પૈસા રિફંડ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી છે. મેલમાં જેની પાસેથી પૈસા લેવાયા છે તે દર્દીઓની યાદી પણ અપાય છે. તેમાં હોસ્પિટલે રિપોર્ટના નામે 10-10 હજાર રૂપિયા ઉધરાવ્યાં હોવાનું સામે આવ્યુ છે. અમૃતમ કાર્ડમાં પણ આવી જ રીતે ઉધરાણા થતા હોવાથી તંત્રે અનેક નોટિસો પાઠવી છે.

કાર્ડ હોય તો હોસ્પિટલ દર્દી પાસેથી પૈસા લઇ શકે નહીં

રાજકોટ જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટરે જણાવ્યું હતુ કે મા કાર્ડ, અમૃતમ કાર્ડ કે આયૂષ્માન કાર્ડ દર્દી પાસે હોય અને વેલિડ હોય અને તે દર્દી રજીસ્ટર્ડ હોસ્પિટલમાં સારવાર કરાવે તો તે હોસ્પિટલ પૈસા લઇ શકતી નથી. જે દર્દીઓ પાસે કાર્ડ હોવાં છતાં પૈસા લેવાયા છે તે જિલ્લા આરોગ્ય વિભાગમાં જાણ કરે તો જે તે હોસ્પિટલ સામે કાયદેસર કાર્યવાહી કરી દર્દીને પૈસા રિફંડ મળી શકે.

સ્ટર્લિંગ હોસ્પિટલમાં રિફંડ શરૂ કરી દીધા છે

સ્ટર્લિંગ હોસ્પિટલનું મેનેજમેન્ટ સંભાળતા ઘનશ્યામભાઈએ જણાવ્યું હતુ કે બે દર્દીઓને રિફંડ આપી દેવાયા છે. ઘણાં દર્દીઓ રિપોર્ટ બાદ કેન્સર ડિટેકટ થાય તો ડરી જતા આગળની સારવાર કરાવતા નથી એટલે દરેક પાસેથી રિપોર્ટના પૈસા લઇ લેવાયા છે.

Leave a Response

error: Content is protected !!