રાજનીતિ

‘સ્વસ્થ ગુજરાત’ બનાવા રાજ્ય સરકારના પ્રયત્નો સફળ,વાહકજન્ય રોગોમાં 48% નોંધાયો ઘટાડો

92views

રાજ્ય સરકાર દ્વારા વાહકજન્ય રોગો પર નિયત્રણ લાવવા માટે વિવિધ વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે.

અને રાજ્ય સરકાર દ્વારા રોગોના નિયંત્રણ માટે કરવામાં આવેલી કામગીરીના કારણે ગત વર્ષની સરખામણીએ મેલેરિયા સહિતના વિવિધ વાહકજન્ય રોગોના કેસોમાં 48.3% જેટલો ઘટાડો નોંધાયો છે.

ડેન્ગ્યૂના નિયંત્રણ માટે રાજ્યમાં સપ્ટેમ્બર માસથી ‘હાઉસ ટુ હાઉસ’ સર્વેલન્સની કામગીરી હાથ ધરાઇ છે. જે હેઠળ રાજ્યની કુલ વસ્તીના 97% વસ્તી આવરી લેવાઇ છે. રાજયના અનેક વિસ્તારોમાં 235 વેકટર કંટ્રોલ ટીમો કાર્યરત કરીને રોગ અટકાયત માટેના સતત પગલાં લેવાઈ રહ્યાં છે તથા 46 જેટલાં ડેન્ગ્યૂ નિદાન કેન્દ્રો કાર્યાન્વિત છે જયાં વિના મૂલ્યે ડેન્ગ્યૂ રોગનું નિદાન કરવામાં આવી રહ્યું છે.

 

મેલરિયાના રોગ નિયંત્રણ માટે રાજયભરમાં વધુ જોખમી એવા 18.6 લાખ વસતીમાં જંતુનાશક દવા છંટકાવના 2 રાઉન્ડ પૂર્ણ કરી દેવાયા છે. સાથે કાયમી પાણીના જળાશયો/સ્ત્રોતોમાં મચ્છર ઉત્પતિ અટકાવવા માટે ઝુંબેશ સ્વરૂપે 75 હજારથી વધુ સ્થળોએ પોરા ભક્ષક માછલીઓ છોડવામાં આવી છે.

Leave a Response

error: Content is protected !!