રાજનીતિ

રાજ્ય સરકારનો રોચક નિર્ણય, 20 નવેમ્બરથી રાજ્યની 16 ચેકપોસ્ટ થશે નાબુદ

131views

નાગરિકોને ઝડપી અને શ્રેષ્ઠ સુવિધા પુરી પાડવા રાજ્ય સરકાર કટ્ટીબદ્ધ છે. ત્યારે રૂપાણી સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી વાહન વ્યવહાર ઝડપી બનવાની સાથે વ્યાપાર ઉદ્યોગોને ઉત્તેજન મળશે એ નિર્ણય છે વાહનવ્યવહાર વિભાગ હસ્તકની 16 ચેકપોસ્ટ કાયમી ધોરણે નાબુદ કરવાનો.

 

વાહનમાલિક કે ટ્રાન્સપોર્ટર હવે વાહન અને માલ સંબંધિત માહિતી આપીને નિયત ટેક્સ અને ફી ની રકમ ઓનલાઇન ભરી શકશે. આના લીધે ચેકપોસ્ટની કામગીરીમાં પારદર્શિતા અને ઝડપ આવશે, ચેકપોસ્ટ પર લાગતી કતારો અને ટ્રાફિકમાં અવરોધ દૂર થશે, તેમજ વેપારીઓનું કામ ઝડપી અને સરળ બનશે.

 

 

 

 

 

Leave a Response

error: Content is protected !!