જાણવા જેવુરાજનીતિ

પર્યાવરણની રક્ષા અને પુન: પ્રાપ્ય ઊર્જા ઉત્પાદન માટે રાજ્ય સરકારની આગવી પહેલ

161views

પર્યાવરણની રક્ષા અને પુન: પ્રાપ્ય ઊર્જા ઉત્પાદન માટે રાજ્ય સરકારે ફરી એક નવી દિશામાં પહેલ કરી છે. સામાન્ય માનવી પણ હવે વીજ ઉપભોકતા સાથે વીજ ઉત્પાદક બની શકે તે માટે સરકારે સૂર્યઊર્જા રૂફટોપ યોજના અમલમાં મૂકી છે.

સરકાર લોકો પાસેથી વધારાની વીજળી રૂ 2.25 પ્રતિ યુનિટના દરે 25 વર્ષના કરારથી ખરીદી કરીને રાજ્ય સરકારે રૂ.1000 કરોડનું બજેટ સૂર્યઊર્જા રૂફટોપ યોજનાની સબસીડી માટે ફાળવવામાં આવ્યું છે. આગામી 3 વર્ષમાં 8 લાખ સોલાર રૂફટોપ થકી 1800 મેગાવોટ સૌર વીજ ઉત્પાદનનો ગુજરાતનો લક્ષ્યાંક 31 માર્ચ 2019 સુધીમાં ગુજરાત 326.67 મેગાવોટની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી સાથે સોલાર રૂફટોપ યોજનામાં દેશભરમાં પ્રથમ આવ્યું છે.

રાજ્યમાં આ વર્ષે 2 લાખ કુટુંબોને સોલાર રૂફટોપ યોજનામાં આવરી લેવામાં આવશે.

રાજ્યમાં આ વર્ષે 2 લાખ કુટુંબોને રૂફટોપ યોર્જનામાં આવરી લેવામાં આવશે જેમાં 600થી વધુ મેગાવોટ સૌરઊર્જાનું ઉત્પાદન થશે.

રહેણાક હેતુના વીજ ગ્રાહકોને સોલર રૂફટોપ માટે 10 કી.વો. ની ક્ષમતા સુધી 20 થી 40 ટકા સબસીડી –રૂ. 1000 કરોડનું બજેટ સબસીડી માટે રાજ્ય સરકારે ફળવ્યું છે.

“સૂર્ય ગુજરાત” અન્વયે આવનારા 3 વર્ષામાં 8 લાખ સોલાર રૂફટોપ થકી 1800 મેગાવોટ સૌર વીર્જ ઉત્પાદનનો ગુજરાતનો લક્ષ્યાંક છે.

Leave a Response

error: Content is protected !!