રાજનીતિ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સાંધ્ય યોગ… 1000 ધર્મગુરુઓએ આપ્યો એકતાનો સંદેશ

144views

કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઢળતી સંધ્યાએ આયોજિત વિશ્વ યોગ દિવસની કઈક હટકે ઉજવણી કરવામાં આવી. એક સાથે 1000 જેટલા વિવિધ સંપ્રદાયના સંત-મહંતો અને ધર્મગુરુઓ યોગસાધનમાં જોડાયા.

સરદાર પટેલ હંમેશા એકતા અને અખંડિતામાં માનતા આવ્યા છે ત્યારે આ તમામ સંતોએ સાથે મળીને વિવિધમાં એકતાનો સંદેશ આપ્યો. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ યોગસાધનામાં હાજર રહ્યા.

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં પાસે અનેક ધર્મગુરુઓ દ્વારા ઢળતી સંધ્યાએ યોગ થયો ત્યારે આ દ્રશ્ય નયનરમ્ય દેખાયું હતું..

યોગસાધના બાદ વિજયભાઇ રૂપાણીએ કહ્યુ કે, યોગનો વ્યાપક અર્થ છે જોડવું, આત્માને પરમાત્મા સાથે જોડવાની શારીરિક – આધ્યાત્મિક પ્રક્રિયા એટલે કે યોગ જીવને શિવ સાથે જોડવાની શ્રેષ્ઠ કડી છે. વિશ્વના લોકો આજે ઓલરાઉન્ડ વેલનેસ, કમ્પ્લીટ હેપ્પીનેસ, અને ઇનકલુઝિવ હેલ્થકેર પાછળ દોડતા થયા છે ત્યારે ભારતીય પ્રાચીન સંસ્કૃતિએ હજારો વર્ષ પહેલાં વિશ્વ આખાની સંપૂર્ણ સુખાકારીની કામના યોગ સાધનાના આવિષ્કારથી કરી છે. તેમણે પ્રચીન ગ્રંથો વેદ-ઉપનિષદ અને શ્રીમદ્ ભગવદ ગીતામાં યોગની-જોડવાની વાત વણી લેવાઇ છે તેનો વિશેષ ઉલ્લેખ કરતાં કહ્યું કે, સરદાર સાહેબે પણ દેશની એકતા અખંડિતતા માટે રજવાડાઓને એકતાના તાંતણે જોડેલા.


આ સંદર્ભમાં એકતાના પ્રતિક સરદાર સાહેબની પ્રતિમા સમીપે સમાજની એકતા-સમરસતાના માર્ગદર્શક સંતોની ઉપસ્થિતીમાં યોગ સાધના ઉપયુકત બની છે, એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ સ્વસ્થ-તંદુરસ્ત અને શકિતશાળી સમાજ માટે વધુને વધુ લોકો તેમજ યુવાશકિત યોગ સાધનામાં જોડાય તેવો પ્રેરક અનુરોધ કરતાં વિશ્વાસ વ્યકત કર્યો કે, બહુધા યુવાશકિતને યોગ પ્રત્યે પ્રેરિત કરીને જ સ્વસ્થ-સશકત રાષ્ટ્રનિર્માણ અને ભારતમાતાને વિશ્વગુરૂ બનાવવાનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનો સંકલ્પ સાકાર થઇ શકશે.

Leave a Response

error: Content is protected !!