રાજનીતિ

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’એ વધુ એક માર્યો ડંકો, એક વર્ષમાં કમાણી 63 કરોડને પારકરી હાંસલ કરી સિદ્ધિ

90views

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ વધુ સિદ્ધિ હાંસલ કરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે 182 મીટરની સરદાર પટેલની પ્રતિમાએ કમાણીના મામલામાં નવો રેકોર્ડ બનાવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણના એક વર્ષમાં 63 કરોડ રૂપિયાથી વધારે કમાણી થઈ છે.

આ એક વર્ષ દરમિયાન અહીંયા ટિકિટ વેચાણની જવાબદારી સંભાળતા સરદાર પટેલ રાષ્ટ્રિય એકતા ટ્રસ્ટે રેકોર્ડ 63.29 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ જ સમયગાળા દરમિયાન તાજમહાલની કમાણી 56 કરોડ રૂપિયા હતી. ઉલ્લેખનીય છે કે, કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અન્ય આકર્ષણો જેવા કે વેલી ઓફ ફ્લાવર, મ્યુઝિયમ, સરદાર ડેમ અને પ્રાણીસંગ્રહાલય પણ પર્યટકોને આકર્ષી રહ્યા છે.

આમ જ્યારથી આ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના કરાઈ છે ત્યારથી તે દેશને ઉંચાઈ પર લઈ જઈ રહી છે અને દિંગત માં ડંકા વગાડી રહી છે.

 

Leave a Response

error: Content is protected !!