રાજનીતિ

સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈ ખુશ ખબર, જાણો અત્યાર સુધી કેટલા પ્રવાસીઓ લીધી મુલાકાત

106views

CM વિજયભાઈ રૂપાણી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે છે. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ફ્રી વાઈફાઈ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. તેની સાથે તેમણે મ્યુઝિયમની મુલાકાત પણ લીધી હતી. દુનિયાની સૌથી ઉંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું 31ઓક્ટોબરે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું. રોજના હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.  અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લઈ ચુક્યા છે. જો ખરેખર આંકડો જણાવીએ તો અત્યાર સુધીમાં 20 લાખ જેટલા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચૂક્યા છે. CM વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતુ કે પ્રવાસીઓની સુવિધામાં હજુ વધારો કરવામાં આવશે. સરકાર તેના માટે સતત પ્રયત્નશીલ છે.

Leave a Response

error: Content is protected !!